________________
તત્ત્વાર્થ સૂત્ર
પ્ર૦—ઉપભાગના અર્થ શું ?
ઉકાન આદિ ઇંદ્રિયથી શુભ, અશુભ શબ્દ આદિ વિષયગ્રહણ કરી, સુખદુઃખના અનુભવ કરવા; હાથ પગ આદિ અવયવાથી દાન, હિંસા આદિ શુભ અશુભ ક્રિયા દ્વારા શુભઅશુભ કર્મારૂપી અંધ કરવા; અદ્ધ કર્માંના શુભ, અશુભ વિપાકના અનુભવ કરવા, અને પવિત્ર અનુષ્ઠાન દ્વારા કર્મની નિર્જરા–ક્ષય–કરવી એ બધા ઉપભાગ કહેવાય છે.
૧૨૯
પ્ર—ઔદારિક, વૈક્રિય અને આહારક શરીર સેન્દ્રિય તથા સાવયવ છે, આથી ઉક્ત પ્રકારના ઉપભોગ એમનાથી સાધ્ય થઈ શકે; પરંતુ તૈજસશરીર સેંદ્રિય પણ નથી અને સાવયવ પણ નથી, તો તેનાથી ઉક્ત ઉપભેાગ હાવાના સભવ શી રીતે હાઈ શકે ?
ઉ- જો કે તેજસશરીર સેદ્રિય અને સાવયવ હસ્ત પાદાદિ યુક્ત—નથી, તથાપિ એના ઉપયોગ પાચન આદિ એવા કાર્યમાં થઈ શકે છે કે જેનાથી સુખદુઃખના અનુભવ આદિરૂપ ઉક્ત ઉપભોગ સિદ્ધ થાય છે; તેનુ અન્ય કાર્ય શાપ અને અનુગ્રહ પણ છે. અર્થાત્ અન્નપાચનાદિ કાર્યોમાં તેજસ શરીરના ઉપયાગ તા બધાયે કરી શકે છે; પરંતુ જે વિશિષ્ટ તપસ્વી તપસ્યાજન્ય ખાસ લબ્ધિ પ્રાપ્ત કરે છે, તે કુપિત થઈ એ શરીર દ્વારા પોતાના પપાત્રને ખાળી પણ શકે છે, અને પ્રસન્ન થઈ તે શરીર દ્વારા પોતાના અનુગ્રહપાત્રને શાંતિ પણ આપી શકે છે. આ રીતે તૈજસ શરીરને શાપ અનુગ્રહ આદિમાં ઉપયોગ થઈ શકવાથી, સુખદુઃખને અનુભવ, શુભાશુભ કર્માંના બંધ આદિ ઉપરના ઉપભોગા એના મનાયા છે.
Jain' Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org