________________
તત્વાર્થસૂત્ર જન્મ દ્વારા પેદા થાય છે, અને એ દેવ તથા નારકને જ હોય છે. કૃત્રિમ વૈક્રિયનું કારણ "લબ્ધિ છે. “લબ્ધિ એક પ્રકારની તજન્ય શક્તિ છે; જેને સંભવ કેટલાક જ ગર્ભજ મનુષ્ય અને તિર્યંચમાં હોય છે. આથી એવી લબ્ધિથી થનાર વૈક્રિયશરીરના અધિકારી ગર્ભજ મનુષ્ય અને તિર્યંચ જ હેઈ શકે છે. કૃત્રિમ વૈક્રિયની કારણભૂત એક બીજા પ્રકારની પણ લબ્ધિ માનવામાં આવે છે, એ તજન્ય ન હોઈ જન્મથી જ મળે છે. આવી લબ્ધિ કેટલાક બાદરવાયુકાયિક જીવોમાં જ માનવામાં આવે છે. આથી તે પણ લબ્ધિજન્ય – કૃત્રિમ – વૈWિશરીરના અધિકારી છે. આહારકશરીર કૃત્રિમ જ છે. એનું કારણ વિશિષ્ટ લબ્ધિ જ છે; જે મનુષ્ય સિવાય અન્ય જાતિમાં હતી નથી; અને મનુષ્યમાં પણ એ વિશિષ્ટ મુનિને જ હોય છે.
પ્ર–વિશિષ્ટ મુનિ કયા? ઉ–ચતુર્દશપૂર્વ પાડી.
પ્ર—તેઓ તે લબ્ધિને પ્રયોગ કયારે અને શેના માટે કરે છે?
ઉ–જ્યારે તેઓને કોઈ સક્સ વિષયમાં સંદેહ હેય છે, ત્યારે સંદેહનિવારણને માટે તેઓ તેને ઉપયોગ કરે છે. અર્થાત જ્યારે કેઈ ચતુર્દશપૂર્વીને ગહન વિષયમાં સંદેહ થાય અને સર્વનું સંનિધાન ન હોય ત્યારે તે દારિકશરીર વડે અન્ય ક્ષેત્રમાં જવું અસંભવિત સમજી પિતાની વિશિષ્ટ લબ્ધિનો પ્રયોગ કરે છે. અને તે દ્વારા હાથ જેવડું નાનું સરખું શરીર બનાવે છે. તે શુભ પુગલેથી ઉત્પન્ન થયેલું હોવાથી સુંદર હોય છે, પ્રશસ્ત ઉદ્દેશથી બનાવેલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org