________________
૧૪૦
વાર્થસૂત્ર રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ પ્રભા અને મહાતમપ્રભા એ સાત ભૂમિઓ છે જે ઘનાંબુ, વાત અને આકાશ ઉપર સ્થિત છે, એકબીજાની નીચે છે, અને નીચેનીચેની, એકબીજાથી અધિક વિસ્તારવાળી છે.
એ ભૂમિમાં નરક છે.
તે નરક નિત્ય – નિરંતર અશુભતર લેસ્યા, પરિણામ, દેહ, વેદના, અને વિક્રિયાવાળાં છે.
તથા પરસ્પર ઉત્પન્ન કરેલા દુઃખવાળાં હોય છે.
અને એથી ભૂમિથી પહેલાં અથત ત્રણ ભૂમિઓ સુધી સંકિલન્ટ અસુરે દ્વારા ઉત્પન્ન કરેલા દુઃખવાળાં પણ હોય છે.
એ નરકમાં વર્તમાન પ્રાણીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ કમથી એક, ત્રણ, સાત, દશ, સત્તર, બાવીશ અને તેત્રીસ સાગરોપમ પ્રમાણ છે.
લેકના અધ, મધ્યમ અને ઊર્ધ્વ એવા ત્રણ ભાગ છે. નીચેનો ભાગ મેરુ પર્વતની સમતલ ભૂમિની નીચે નવસે
જનના ઊંડાણ પછી ગણાય છે, જેને આકાર ઊંધા કરેલા શરાવ-શંદેરા જે છે, અર્થાત્ નીચે નીચે વિસ્તીર્ણ છે. સમતલની નીચે નવસે જન તેમ જ તેની ઉપરના નવસે જન અર્થાત કુલ અઢારસે જનને મધ્યમ લેક છે, જેને આકાર ઝાલરની પેઠે બરાબર આયામવિખંભ-લંબાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org