________________
અધ્યાય ૩-સૂત્ર ૧૬ અને પહોળાઈવાળે છે. મધ્યમ લેકની ઉપર લેક ઊર્ધ્વ લેક છે, જેનો આકાર પખાજ જે
૧૪૧ સ પૂર્ણ છે.
- નારકેના નિવાસસ્થાનની ભૂમિઓ નરકભૂમિ કહેવાય છે, જે અધેલકમાં છે. એવી ભૂમિએ સાત છે. એ સાતે ભૂમિઓ સમશ્રેણિમાં ન હોઈ એક બીજાથી નીચે છે. એમનો આયામ – લંબાઈ અને વિખંભ – પહોળાઈ પરસ્પર સમાન નથી; પરતુ નીચેનીચેની ભૂમિની લંબાઈ-પહોળાઈ અધિક અધિક છે; અર્થાત્ પહેલી ભૂમિથી બીજીની લંબાઈ-પહોળાઈ અધિક છે; બીજીથી ત્રીજીની. આ રીતે છઠ્ઠીથી સાતમી સુધીની લંબાઈ-પહોળાઈ અધિકઅધિક સમજવી જોઈએ.
આ સાત ભૂમિએ એક બીજાથી નીચે છે; પરંતુ એક બીજાને અડીને રહેલી નથી. અર્થાત એક બીજાની વચમાં બહુ જ મોટું અંતર છે. આ અંતરમાં ઘનોદધિ, ઘનવાત, તનુવાત અને આકાશ ક્રમથી નીચેનીચે છે. અર્થાત પહેલી નરકભૂમિની નીચે ઘનોદધિ છે, ઘોદધિની નીચે ઘનવાત છે, ઘનવાતની નીચે તનુવાત અને તનુવાતની નીચે આકાશ છે. આકાશની ૧. ભગવતીસૂત્રમાં લેકસ્થિતિનું સ્વરૂપ સમજાવતાં બહુ સ્પષ્ટ હકીક્ત નીચે પ્રમાણે આપેલી છે?
- ત્રસ, સ્થાવરાદિ પ્રાણુઓને આધાર પૃથ્વી છે; પૃથ્વીને અધિાર ઉદધિ છે; ઉદધિને આધાર વાયુ છે અને વાયુને આધાર આકાશ છે. વાયુને આધારે ઉદધિ અને તેને આધારે પૃથ્વી રહી જ કેમ શકે? આ પ્રશ્નને ખુલાસે નીચે પ્રમાણે છે • કોઈ પુરુષ પવન ભરીને ચામડાની મસકને ફુલાવે. પછી વાધરીની મજબૂત ગાંઠથી મસકનું મોઢું બાંધી લે. એ જ રીતે મસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org