________________
અધ્યાય ૩- સૂત્ર ૧-૬
૧૪૫ છે. રત્નપ્રભાગત સીમંતક નામના નરકાવાસથી લઈ મહાતમઃપ્રાગત અપ્રતિષ્ઠાનનામક નગરકાવાસ સુધીના બધા નરકાવાસ વજીના છરાના જેવાં તળવાળાં છે; પણ બધાનાં સંસ્થાન – આકાર એક સરખા નથી. કેટલાક ગોળ, કેટલાક ત્રિકેણ, કેટલાક ચતુષ્કોણ, કેટલાક હાંલ્લાં જેવા, કેટલાક લેઢાના ઘડા જેવા, એ રીતે ભિન્ન ભિન્ન પ્રકારના હોય છે. પ્રસ્તર– પ્રતર જે માળવાળા ઘરના તળ સમાન છે, એમની સંખ્યા આ પ્રમાણે છે: રત્નપ્રભામાં તેર પ્રસ્તર છે અને શર્કરાપ્રભામાં અગિયાર. આ પ્રકારે દરેક નીચેની ભૂમિમાં બબ્બે ઘટાડવાથી સાતમી મહાતમપ્રભા ભૂમિમાં એક જ પ્રસ્તર છે. એ પ્રસ્તોમાં નરક છે.
મૂચિત્રોમાં નરવાલીયોની રહ્યા : પ્રથમ ભૂમિમાં ત્રીસ લાખ, બીજીમાં પચીસ લાખ, ત્રીજીમાં પંદર લાખ, ચોથીમાં દસ લાખ, પાંચમીમાં ત્રણ લાખ, છઠ્ઠીમાં પાંચ ઓછા એક લાખ (૯૯,૯૯૫) અને સાતમી ભૂમિમાં ફક્ત પાંચ નરકાવાસ છે.
પ્રવ – પ્રસ્તરોમાં નરક છે એમ કહેવાને શું અર્થ ?
ઉ– એક પ્રસ્તર અને બીજા પ્રસ્તરની વચ્ચે જે અવકાશ એટલે કે અંતર છે, એમાં નરક નથી; કિન્તુ દરેક પ્રસ્તરની જાડાઈ જે ત્રણ ત્રણ હજાર જનની માનવામાં આવે છે, એમાં એ વિવિધ સંસ્થાનવાળાં નરક છે.
પ્ર. – નરક અને નરકનો સંબંધ ?
ઉ૦ –નારક એ જીવ છે, અને નરક એના સ્થાનનું નામ છે. નરક નામના સ્થાનના સંબંધથી જ તેઓ નારક કહેવાય છે. [૨]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org