________________
૧૪૪
- તત્વાર્થસૂત્ર આદિ જે જે પદાર્થો છે તે બધી જગ્યાએ એક સરખા છે. રત્નપ્રભાને પ્રથમ કાંડ બીજા ઉપર અને બીજે કાંડ ત્રીજા ઉપર સ્થિત છે; ત્રીજો કાંડ ઘનોદધિવલય ઉપર, ઘનોદધિ ઘનવાતવલય ઉપર; ઘનવાત તનુવાતવલય ઉપર અને તનુવાત આકાશ ઉપર પ્રતિષ્ઠિત છે; પરન્તુ આકાશ કોઈના ઉપર સ્થિત નથી, તે આત્મપ્રતિષ્ઠિત છે; કેમ કે આકાશને સ્વભાવ જ
એ છે કે જેથી એને બીજા આધારની અપેક્ષા રહેતી નથી. બીજી ભૂમિને આધાર એને ઘનોદધિવલય છે; તે વલય પિતાની નીચેના ઘનવાતવલય ઉપર આશ્રિત છે; ઘનવાત પિતાની નીચેના તનુવાતને આશ્રિત છે; તનુવાત નીચેના આકાશ ઉપર પ્રતિષ્ઠિત છે અને આકાશ સ્વાશ્રિત છે. એ જ ક્રમ સાતે ભૂમિઓ સુધી દરેક ભૂમિ અને એના ઘનોદધિ આદિ વલયની સ્થિતિના સંબંધમાં સમજી લેવું. ઉપર ઉપરની ભૂમિથી નીચે નીચેની ભૂમિનું બાહુલ્ય ઓછું હોવા છતાં પણ એને વિખુંભ આયામ અધિકઆધિક વધતું જ જાય છે. એથી
એનું સંસ્થાન છત્રાતિછત્રની સમાન અર્થાત ઉત્તરોત્તર પૃથવિસ્તીર્ણ, પૃથુતર કહેવાય છે. [૧]
સાત ભૂમિઓની જેટજેટલી જાડાઈ પહેલાં કહી છે એની ઉપર તથા નીચેના એકએક હજાર યોજન છેડી દઈને બાકીના મધ્યભાગમાં નરકાવાસ છે, જેમ કે રત્નપ્રભાની એક લાખ એંશી હજાર જનની જાડાઈમાંથી ઉપર નીચેના એકએક હજાર યોજન છોડીને વચલા એક લાખ અઠ્ઠોતેર હજાર યોજન પ્રમાણ ભાગમાં નરક છે. એ જ ક્રમ સાતે ભૂમિ સુધી સમજી લે. નરકેનાં રૌરવ, રૌદ્ર, ઘાતન, શોચન આદિ અશુભ નામ છે, જેમને સાંભળતાં જ ભય પેદા થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org