________________
અધ્યાય ૨-સૂત્ર ૫૦-૫૧
૧૩૧
હોવાથી નિરવા હોય છે, અને અત્યંત સૂક્ષ્મ હોવાથી અવ્યાઘાતી હોય છે, એટલે કે કઈને રેકે એવું કે કેઈથી રોકાય એવું હોતું નથી. આવા શરીરથી તે અન્ય ક્ષેત્રમાં સર્વજ્ઞની પાસે જઈ એમની પાસે સંદેહ દૂર કરે છે; પછી એ શરીર વીખરાઈ જાય છે. આ કાર્ય ફક્ત અંતર્મુહૂર્તમાં થઈ જાય છે. પ્ર–બીજું કઈ શરીર લબ્ધિજન્ય નથી ?
નહિ. પ્ર–શાપ અને અનુગ્રહ દ્વારા તૈજસને જે ઉપભેગ બતાવ્યો, તેથી તે તે લબ્ધિજન્ય સ્પષ્ટ માલૂમ પડે છે, તે પછી બીજું કઈ શરીર લબ્ધિજન્ય નથી એ કથન કેવી રીતે ઘટે ?
ઉ૦–અહીંયાં લબ્ધિજન્યને અર્થ ઉત્પત્તિ છે, પ્રયોગ નહિ. વૈક્રિય અને આહારકની જેમ તૈજસની ઉત્પત્તિ લબ્ધિથી નથી, પરંતુ એનો પ્રવેગ ક્યારેક લબ્ધિથી કરી શકાય છે. એ આશયથી અહીં તૈજસને લબ્ધિજન્ય – કૃત્રિમ-કહ્યું નથી. [૪૬-૪૯]. હવે લિંગ-વેદ-વિભાગ કહે છે?
नारकसम्मूर्छिनो नपुंसकानि । ५० । જ લેવાઃ 8 | નારક અને સંમૂર્ણિમ નપુંસક જ હોય છે. દેવ નપુંસક હેતા નથી.
શરીરનું વર્ણન થઈ ગયા પછી લિંગને પ્રશ્ન આવે છે. એને ખુલાસો અહીંયાં કર્યો છે. લિંગ ચિહ્નને કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org