________________
- તવાથસૂત્ર હેવા છતાં પણ અનપવર્તનીય આયુષ નિયત કાળમર્યાદાની પહેલાં પૂર્ણ થતું નથી. સારાંશ એ છે કે અપવર્તનીય આયુષવાળાં પ્રાણીઓને શસ્ત્ર આદિ કઈને કઈ નિમિત્ત મળી જ રહે છે, જેથી તે અકાળ મૃત્યુ પામે છે, અને અનપવર્તનીય આયુષવાળાઓને ગમે તેવું પ્રબળ નિમિત્ત આવે તે પણ તેઓ અકાળ મૃત્યુ પામતા નથી.
ધારી : ઉપપાત જન્મવાળા નારક અને દેવ જ છે. ચરમદેહ તથા ઉત્તમ પુરુષ મનુષ્ય જ હોય છે. જન્માંતર લીધા વિના એ જ શરીરથી મેક્ષ મેળવનાર “ચરમદેહ” કહેવાય છે. તીર્થકર ચક્રવત, વાસુદેવ, પ્રતિવાસુદેવ આદિ ઉત્તમ પુરુષ' કહેવાય છે. “અસંખ્યાતવર્ષ જીવી' કેટલાક મનુષ્ય અને કેટલાક તિર્યંચ જ હોય છે. પપાતિક અને અસંખ્યાતવર્ષજીવી, નિપક્રમ અનપવર્તનીય આયુષવાળા જ હોય છે, ચરમદેહ અને ઉત્તમ પુરુષ, સેપક્રમ અનપવર્તનીય આયુષ અને નિરુપક્રમ અનપવર્તનીય આયુષવાળા હોય છે. એ સિવાય બાકીના બધા મનુષ્ય અને તિર્યએ અપવર્તનીય તથા અનપવર્તનીય આયુષવાળા હોય છે.
પ્ર–નિયત કાળમર્યાદાની પહેલાં આયુષને ભોગ થઈ જવાથી કૃતનાશ, અકૃતાગમ અને નિષ્ફળતાનો દોષ લાગશે, જે શાસ્ત્રમાં ઇષ્ટ નથી એનું નિવારણ કેવી રીતે કરશે ?
૧. અસંખ્યાતવર્ષજીવી મનુષ્ય ત્રીસ અકર્મભૂમિ, છપ્પન અંતરદ્વીપ અને કર્મભૂમિમાં ઉત્પન્ન થતાં યુગલિક જ છે; પરન્તુ અસંખ્યાતવર્ષ જીવી તિર્યંચ તે ઉપરનાં ક્ષેત્રો ઉપરાંત અઢી કીપની બહારના દ્વિીપ–સમુદ્રોમાં પણ મળી આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org