________________
૧૨૬
તત્વાર્થસૂત્ર અને નારકમાં જન્મકાળથી લઈ મરણ પર્યત હેાય છે.
જ્યારે ચાર હોય છે, ત્યારે તેજસ, કામણ, દારિક અને વૈક્રિય અથવા તે તેજસ, કાર્મણ, દારિક અને આહારક હોય છે. પહેલો વિકલ્પ વૈક્રિય લબ્ધિના પ્રયોગના સમયે કેટલાંક મનુષ્યો તથા તિર્યામાં મળી આવે છે; જ્યારે બીજો વિકલ્પ આહારકલબ્ધિના પ્રયોગના સમયે ચતુર્દશપૂર્વ મુનિમાં જ હોય છે. પાંચ શરીર એકી સાથે કેઈને પણ હેતાં નથી; કેમ કે વૈલબ્ધિ અને આહારકલબ્ધિને પ્રયોગ એકી સાથે સંભવ નથી.
પ્ર–ઉક્ત રીતે ત્રણ અથવા ચાર શરીર જ્યારે હોય ત્યારે તેમની સાથે એક જ સમયમાં એક જીવને સંબંધ કેવી રીતે ઘટી શકે ?
ઉ–જેમ એક જ પ્રદીપને પ્રકાશ એક સાથે અનેક વસ્તુઓ ઉપર પડી શકે છે, તેમ એક જ જીવના પ્રદેશ અનેક શરીરની સાથે અખંડપણે સંબદ્ધ હેઈ શકે છે.
પ્ર–શું કોઈ વાર કોઈને એક જ શરીર હોતું નથી ?
ઉ–ના. સામાન્ય સિદ્ધાંત એવો છે કે, તૈજસ અને કાર્મણ એ બંને શરીર ક્યારે પણ અલગ હતાં નથી, એથી જ કેઈ એક શરીરને ક્યારે પણ સંભવ હોતો નથી. પરંતુ કેટલાક આચાર્યોને એવો મત છે કે તૈજસશરીર કાર્મણની માફક યાવસંસારભાવી નથી; કિન્તુ તે આહારકની માફક લબ્ધિજન્ય જ છે. એ મત પ્રમાણે અંતરાલ
૧. આ મત ભાષ્યમાં નિર્દિષ્ટ છે; જુઓ અ. ૨, ૪૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org