________________
૧૨૫
અધ્યાય ૨- સૂત્ર ૩૭૨૯ જ તૈજસ અને કાર્મણના સ્વામી બધા સંસારીઓ છે અને ઔદારિક આદિના સ્વામી કેટલાક જ હોય છે. - પ્ર–તૈજસ અને કાર્મણની વચ્ચે કેટલે તફાવત છે તે સમજાવો.
ઉ–કાશ્મણ એ બધાંય શરીરનું મૂળ છે, કેમ કે તે કર્મ સ્વરૂપ છે. અને કર્મ એ જ સર્વ કાર્યોનું નિમિત્તકારણ-છે, તેવી જ રીતે તૈજસ બધાનું કારણ નથી. તે સૌની સાથે અનાદિસંબદ્ધ રહીને ભુક્ત-લીધેલા–આહારના પાચન આદિમાં સહાયક થાય છે. [૪૧-૪૩]
एक साथे लभ्य शरीरोनी जघन्य तथा उत्कृष्ट संख्या : તૈજસ અને કાર્મણ એ બન્ને શરીરે સર્વ સંસારી જીને સંસારકાળ પર્યત અવશ્ય હોય છે; પરંતુ ઔદારિક આદિ શરીર બદલાતાં રહે છે, એથી તે ક્યારેક હોય છે અને ક્યારેક નહિ. એથી જ એ પ્રશ્ન થાય છે કે પ્રત્યેક જીવને ઓછામાં ઓછાં અને અધિકમાં અધિક શરીર કેટલાં હોઈ શકે? આને ઉત્તર પ્રસ્તુત સત્રમાં આપ્યો છે. એકી સાથે એક સંસારી જીવને ઓછામાં ઓછાં બે અને અધિકમાં અધિક ચાર સુધી શરીર હોઈ શકે છે, પાંચ ક્યારે પણ હોતાં નથી. જ્યારે બે હોય છે ત્યારે તૈજસ અને કાર્પણ હોય છે, કેમ કે એ બને યાવત્સસારભાવી-જીવને સંસાર હોય ત્યાં સુધી રહેનારાં–છે. એવી સ્થિતિ અંતરાલગતિમાં જ પ્રાપ્ત થાય છે, કેમ કે એ સમયે અન્ય કોઈ પણ શરીર હેતું નથી. જ્યારે ત્રણ હોય છે ત્યારે તેજસ, કાર્પણ અને
ઔદારિક અથવા તે તૈજસ, કામણ અને વૈક્રિય હોય છે. પહેલે પ્રકાર મનુષ્ય અને તિર્યમાં અને બીજો પ્રકાર દેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org