________________
અધ્યાય ૨ સૂથ ૩૭-૪૯
૧૨૩ સમજવી જોઈએ. આહારકના સ્કંધગત પરમાણુઓની અનંત સંખ્યાથી તૈજસના સકંધગત પરમાણુઓની અનંત સંખ્યા અનંતગુણી હેય છે. આ રીતે તૈજસથી કાર્મણના કંધગત પરમાણુ પણ અનંતગુણ અધિક હોય છે. એ રીતે જોતાં સ્પષ્ટ માલૂમ પડે છે કે પૂર્વ-પૂર્વ શરીર કરતાં ઉત્તર-ઉત્તર શરીરનું આરંભક દ્રવ્ય અધિક જ હોય છે; છતાયે પરિણમનની વિચિત્રતાને લીધે ઉત્તર-ઉત્તર શરીર નિબિડ, નિબિડતર અને નિબિડતમ બનતું જાય છે, જે સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ કહેવાય છે.
પ્ર- ઔદારિકના સ્કંધ અનંત પરમાણુવાળા અને વૈક્રિય આદિના સ્કંધ પણ અનંત પરમાણુવાળા છે; તે પછી એ સ્કંધમાં ઓછાવત્તાપણું શી રીતે સમજવું ?
–અનંત સંખ્યા અનંત પ્રકારની છે. એથી અનંત રૂપે સમાનતા હોવા છતાં પણ દારિક આદિના સ્કંધથી વૈક્રિય આદિના સ્કંધેનું અસંખ્યાતગુણ અથવા અનંતગુણ અધિકહેવું અસંભવિત નથી. [૩૯-૪૦] __ छेल्लां बे शरीरोना स्वभाव, काळमर्यादा अने स्वामी : ઉપરનાં પાંચ શરીરમાંથી પહેલાં ત્રણ કરતાં પછીનાં બે શરીરમાં જે કાંઈક ભિન્નતા છે, તે અહીં ત્રણ બાબતે દ્વારા બતાવી છે?
તેજસ અને કાર્મણ એ બંને શરીરે આખા લેકમાં ક્યાંય પણ પ્રતિઘાત પામતાં નથી; અર્થાત વા જેવી કઠિન વસ્તુ પણ એમને પ્રવેશ કરતાં રોકી શકતી નથી, કેમ કે તે અત્યંત સૂક્ષ્મ છે. જો કે એક મૂર્ત વસ્તુનો બીજી મૂર્ત વસ્તુથી પ્રતિઘાત થતે દેખાય છે, તથાપિ આ પ્રતિઘાતને નિયમ સ્કૂલ વસ્તુઓમાં લાગુ પડે છે, સૂક્ષ્મમાં નહિ. સૂક્ષ્મ
Jain Education International
For Private & Personal Use Only.
www.jainelibrary.org