________________
અધ્યાય ૨ સૂત્ર ૩૭૪૯
૧૧
૨. જે શરીર કયારેક નાનું, મોટું, કયારેક પાતળુ, ક્યારેક જાડું, કયારેક એક, કયારેક અનેક ઈત્યાદિ વિવિધ રૂપોને – વિક્રિયાને ધારણ કરી શકે, તે વૈક્ષ્યિ. ૩. જે શરીર ફક્ત ચતુર્દશપૂર્વ ધારી મુનિથી જ રચી શકાય છે, તે આહાર. ૪. જે શરીર તેજોમય હોવાથી ખાધેલા આહાર આદિન પચાવવામાં અને કૃપ્તિમાં કારણભૂત થાય છે, તે તૈસ. વ્રતાને' ૫. કસમૂહ એ જ જાળવીર છે. [૩૭]
સ્થૂળ અને આવઃ ઉપરનાં પાંચ શરીરામાં સૌથી અધિક સ્થૂલ ઔર્દકન શરીર છે; વૈક્રિય એનાથી સૂક્ષ્મ છે; આહારક વૈક્રિયથી પણ સૂક્ષ્મ છે. એ રીતે આહારકથી તેજસ અને તેજસથી કાણ અનુક્રમે સૂક્ષ્મ સૂક્ષ્મતર છે.
પ્ર૦——અહીંયાં સ્થૂલ અને સૂક્ષ્મના અશા છે ? ઉસ્કૂલના અને સૂક્ષ્મને અ રચનાની શિથિલતા અને સધનતા એ છે, પરિમાણ નહિ. ઔદારિકથી વૈક્રિય સૂક્ષ્મ છે, પરંતુ એ આહારકથી સ્થૂલ છે. આ રીતે જ આહારક આદિ શરીર પણ પૂર્વપૂર્વની અપેક્ષાએ સૂક્ષ્મ અને ઉત્તરઉત્તરની અપેક્ષાએ સ્થૂલ છે. અર્થાત્ આ સ્થૂલ અને સૂક્ષ્મ ભાવ અપેક્ષાથી સમજવા જોઈએ. એના ભાવાય એ છે કે, જે શરીરની રચના ખીજા શરીરની રચનાથી શિથિલ હેાય છે, તે તેનાથી સ્થૂલ અને બીજું તેનાથી સૂક્ષ્મ. રચનાની શિથિલતા અને સઘનતાના આધાર પૌદ્ગલિક પરિણતિ ઉપર છે. પુદ્ગલેામાં અનેક પ્રકારનાં પરિણામેા પામવાની શક્તિ છે. એથી તે પરિમાણમાં થાડાં હેાવા છતાં પણ જ્યારે શિથિલરૂપમાં પરિણત થાય છે, ત્યારે સ્થૂલ કહેવાય છે; અને પરિમાણમાં બહુ હોવા છતાં પણ જેમજેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org