________________
૧૨૦
તવાથસૂત્ર એકી સાથે એક જીવને તૈજસ અને કાર્મણથી લઈને ચાર સુધી શરીર, વિક૫થી હોય છે.
અંતિમ-કાશ્મણશરીર જ ઉપલેગ – સુખદુઃખાદિના અનુભવ રહિત છે.
પહેલું અર્થાત્ ઔદારિક શરીર સંમૂઈિમજન્મથી અને ગર્ભજન્મથી જ પેદા થાય છે.
વૈકિયશરીર ઉપપાતજન્મથી પેદા થાય છે. તથા તે લબ્ધિથી પણ પેદા થાય છે.
આહારકશરીર શુભ – પ્રશસ્ત પુદ્ગલદ્રવ્યજન્ય, વિશુદ્ધ – નિપાપકાર્યકારી અને વ્યાઘાત – બાધા રહિત હોય છે તથા તે ચૌદપૂર્વધારી મુનિને જ પ્રાપ્ત થાય છે.
જન્મ એ જ શરીરને આરંભ છે. એથી જન્મની પછી શરીરનું વર્ણન કર્યું છે, જેમાં એની સાથે સંબંધ રાખતા અનેક પ્રશ્નો વિષે નીચે લખ્યા પ્રમાણે ક્રમથી વિચાર કર્યો છે :
શારીરના પ્રશ્નાર મને તેમની વ્યા: દેહધારી છો અનંત છે; એમનાં શરીર પણ ભિન્નભિન્ન હોવાથી વ્યક્તિશઃ અનંત છે. પરંતુ કાર્યકારણ આદિના સદશ્યની દૃષ્ટિએ સંક્ષેપમાં વિભાગ કરી એમના પાંચ પ્રકાર બતાવ્યા છે. જેમ કેઃ દારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્મણ.
જીવનું ક્રિયા કરવાનું સાધન તે શરીર. ૧. જે શરીર બાળી શકાય અને જેનું છેદનભેદન થઈ શકે, તે ગૌરિવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org