________________
૧૨૪
તાવાર્થ સૂત્ર વસ્તુ કાયા વિના જ દરેક સ્થાને પ્રવેશ કરે છે, જેમ લેહપિંડમાં અગ્નિ.
પ્ર–તે પછી સૂક્ષ્મ હોવાથી વૈક્રિય અને આહારક પણું અપ્રતિઘાતી છે એમ કહેવું જોઈએ?
ઉ૦–અવશ્ય. તે પણ પ્રતિપાત વિના પ્રવેશ કરી શકે છે; પરંતુ અહીંયાં અપ્રતિઘાતને અર્થ લેકાંતપર્યન્ત અવ્યાહત-અખલિત-ગતિ છે. વૈક્રિય અને આહારક અવ્યાહત ગતિવાળાં છે; પરંતુ તેજસ અને કાર્મણની માફક આખા લેકમાં અવ્યાહત ગતિવાળાં નથી, કિંતુ લેકના ખાસ ભાગ -ત્રસનાડી–માં અવ્યાહત ગતિવાળાં છે. - તેજસ અને કાર્મણને સંબંધ આત્માની સાથે પ્રવાહરૂપે જેવો અનાદિ છે, તે પહેલાં ત્રણ શરીરેને નથી; કેમ કે એ ત્રણે શરીરે અમુક સમય પછી કાયમ રહી શકતાં નથી. એથી ઔદારિક આદિ ત્રણ શરીરે કદાચિત્ક-અસ્થાયી સંબંધવાળાં– કહેવાય છે, અને તેજસ, કાર્મણ અનાદિ સંબંધવાળાં. - પ્રવ—જે તેમને જીવની સાથે અનાદિ સંબંધ છે, તે પછી એમને અભાવે કદી પણ ન થવો જોઈએ.
ઉ –ઉપરનાં બને શરીરે વ્યક્તિની અપેક્ષાએ નહિ, પરંતુ પ્રવાહની અપેક્ષાએ અનાદિ છે એથી જ એમને પણ અપચય, ઉપચય થયા કરે છે. જે ભાવાત્મક પદાર્થ વ્યક્તિરૂપે અનાદિ હોય, તે જ નાશ નથી પામતો. જેમકે પરમાણુ. - તેજસ અને કાર્મણ શરીરને બધા સંસારીઓ ધારણ કરે છે; પરંતુ ઔદારિક, વૈક્રિય અને આહારકને નહિ. એથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org