________________
તરવાથસૂત્ર
| મતિ અને શ્રુતજ્ઞાન દ્વારા રૂપી, અરૂપી બધાં દ્રવ્ય જાણી શકાય છે, પરંતુ એના પર્યાય તે કેટલાક જ જાણું શકાય છે; બધા નહિ.
પ્રત–ઉપરના કથનથી એમ સમજાય છે કે મતિ અને તના ગ્રાહ્ય વિષયોમાં ન્યૂનાધિકતા છે જ નહિ એ ખરું છે?
ઉ–દ્રવ્યરૂપ ગ્રાહ્યની અપેક્ષાએ તે બંનેના વિષયમાં જૂનાધિકતા નથી. પરંતુ પર્યાયરૂપ ગ્રાહ્યની અપેક્ષાએ બંનેના વિષયમાં ન્યૂનાધિકતા અવશ્ય છે. ગ્રાહ્ય પર્યાયમાં ઓછા વત્તાપણું હોવા છતાં પણ ફક્ત એટલી સમાનતા છે કે તે બંને જ્ઞાન ના પરિમિત પર્યાને જ જાણી શકે છે, સંપૂર્ણ પર્યાને નહિ. મતિજ્ઞાન વર્તમાનગ્રાહી હોવાથી ઈદ્રિયેની શક્તિ અને આત્માની યોગ્યતા પ્રમાણે દ્રવ્યોના કેટલાક વર્તમાન પર્યાને જ ગ્રહણ કરી શકે છે, પરંતુ શ્રતજ્ઞાન ત્રિકાળગ્રાહી હોવાથી ત્રણે કાળના પર્યાયને ડાઘણું પ્રમાણમાં ગ્રહણ કરી શકે છે.
પ્ર–મતિજ્ઞાન ચક્ષુ આદિ ઇદ્રિયથી પેદા થાય છે અને ઈદ્રિયમાં ફક્ત મૂર્તા દ્રવ્યોને ગ્રહણ કરવાનું સામર્થ્ય હોય છે, તે પછી બધાં દ્રવ્યો મતિજ્ઞાનનાં ગ્રાહ્ય કેવી રીતે ગણાય?
ઉ–મતિજ્ઞાન ઈંદ્રિયની માફક મનથી પણ થાય છે. અને મન, સ્વાનુભૂત અથવા શાસ્ત્રક્રુત બધાં મૂર્ત, અમૂર્ત દ્રવ્યનું ચિંતન કરે છે. આથી મને જન્ય મતિજ્ઞાનની
અપેક્ષાએ બધાં દ્રવ્યને મતિજ્ઞાનનાં ગ્રાહ્ય માનવામાં કાંઈ વિરોધ નથી. જો કે, દિગં ગ્રંથમાં ર૭મા સૂત્રમાં
કળે ને બદલે માત્ર જો એવું જ છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org