________________
તત્ત્વાર્થસૂત્ર
ભાવે દ્રિય પણ લબ્ધિ' અને ‘ઉપયાગ' રૂપે એ પ્રકારની છે. મતિજ્ઞાનાવરણીય કર્યું આદિને ક્ષયાપશમ જે એક પ્રકારના આત્મિક પરિણામ છે, તે લબ્ધિઇંદ્રિય’ છે. અને લબ્ધિ, નિવૃત્તિ તથા ઉપકરણ એ ત્રણેના મળવાથી જે રૂપ આદિ વિષયાના સામાન્ય અને વિશેષ મેધ થાય છે તે ઉપયાગઇન્દ્રિય છે. ઉપયાગાદ્રિય મતિજ્ઞાન તથા ચક્ષુ,
અચક્ષુ દર્શન આદિ રૂપ છે.
૯૮
મતિજ્ઞાનરૂપ ઉપયોગ જેને ભાવેદ્રિય કહેલ છે તે અરૂપીઅમૂર્ત –પદાર્થને જાણી શકતા નથી; રૂપી પદાર્થાને જાણે છે ખરા, પરન્તુ એના બધા ગુણપર્યાયાને જાણી શકતા નથી; ફક્ત સ્પ, રસ, ગંધ, રૂપ અને શબ્દ પર્યાયને જ જાણી શકે છે.
પ્ર॰~~પ્રત્યેક ઇંદ્રિયના દ્રવ્ય તથા ભાવ રૂપથી બબ્બે અને દ્રવ્યના તથા ભાવના પણ અનુક્રમે નિવૃત્તિ અને ઉપકરણ રૂપ તથા લબ્ધિ અને ઉપયાગ રૂપ એ બે ભેદ બતાવ્યા છે. તે હવે એ કહા કે એમના પ્રાપ્તિક્રમ કેવા છે ?
ઉલબ્ધિઇંદ્રિય હાય ત્યારે જ નિવૃત્તિના સંભવ છે. નિવૃત્તિ વિના ઉપકરણદ્રિય હાતી નથી; અર્થાત્ લબ્ધિ પ્રાપ્ત થયે છતે જ નિવૃત્તિ, ઉપકરણ અને ઉપયોગ હાઈ શકે છે. એ જ રીતે નિવૃત્તિ પ્રાપ્ત થયે તે જ ઉપકરણ અને ઉપયોગ તથા ઉપકરણ પ્રાપ્ત થયે છતે જ ઉપયાગના સ’ભવ છે. સારાંશ એ છે કે, પૂર્વાપૂ ઇંદ્રિયા પ્રાપ્ત થયે છતે જ ઉત્તરઉત્તર ઇંદ્રિયા પ્રાપ્ત થવાના સભવ છે. પરન્તુ એવા નિયમ નથી કે ઉત્તરઉત્તર ઇંદ્રિયાની પ્રાપ્તિ થયે તે જ પૂર્વપૂ ઇંદ્રિયા પ્રાપ્ત થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org