________________
તાર્થસૂત્ર પ્ર–શું કૃમિ, કીડી આદિ જેવો તિપિતાના ઈષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટને ત્યાગ કરવાનો પ્રયત્ન નથી કરતા ?
ઉ–કરે છે.
પ્ર–તો પછી એમનામાં સંપ્રધારણ સંજ્ઞા અને મન કેમ નથી માન્યુ ?
– કમિ આદિમાં પણ અત્યંત સૂક્ષ્મ મન હોય છે અને તેથી તેઓ ઈષ્ટ તરફ પ્રવૃત્તિ અને અનિષ્ટમાંથી નિવૃત્તિ કરે છે; પરંતુ તેઓનું તે કાર્ય ફક્ત દેહયાત્રાને જ ઉપયોગી છે, તેથી અધિક નથી. અહીંયાં એવા પુષ્ટ મનની વિવેક્ષા છે, કે નિમિત્ત મળતાં જેનાથી દેહયાત્રા ઉપરાંત બીજે પણ વિચાર કરી શકાય. તાત્પર્ય કે જેનાથી પૂર્વજન્મનું સ્મરણ સુદ્ધાં થઈ શકે એટલી વિચારની યોગ્યતા તે “સંપ્રધારણ સંજ્ઞા' કહેવાય છે. આ સંજ્ઞાવાળા દેવ, નારક, ગર્ભજ મનુષ્ય અને ગર્ભ જ તિર્યંચ જ હોય છે; એથી જ એમને અહીંયાં સમનસ્ક કહ્યા છે. [૨૩–૨૫] - હવે અંતરાલગતિ સંબંધી વિશેષ માહિતી માટે યોગ વગેરે પાંચ બાબતોનું વર્ણન કરે છે? विग्रहगतौ कर्मयोगः । २६ ।
જિ નિ | ૨૭ . વિઝા વિશ્વા ૨૮ ૧. જુઓ “જ્ઞાનબિંદુ પ્રકરણ, (ચશેવિજય જૈન ગ્રંથમાળા) ૫૦ ૧૪૪.
૨. આ વિષયને વધારે સ્પષ્ટતાથી સમજવા માટે જુઓ હિંદી કર્મગ્રંથ” ચોથ, પૃ. ૧૪૩, “અનાહારકશબ્દ' ઉપરનું પરિશિષ્ટ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org