________________
૧૧૦
તત્વાર્થસૂત્ર પૂર્વ સ્થાનથી નવા સ્થાન સુધી જતાં સરળરેખાને ભંગ થાય; અર્થાત ઓછામાં ઓછા એક વાંક તે અવશ્ય લેવો પડે. એ પણ ઉપર કહેવામાં આવ્યું છે કે જીવ અને પુદ્ગલ બને ગતિના અધિકારી છે. અહીંયાં મુખ્ય પ્રશ્ન જીવને છે. પૂર્વ શરીર છોડી બીજે સ્થાને જતા જીવો બે પ્રકારના છે: ૧ સ્કૂલ અને સૂક્ષ્મ શરીરને સદાને માટે છોડી સ્થાનાંતર કરનારા જીવો. તેઓ “મુચ્ચમાન” – મોક્ષે જતા – કહેવાય છે. અને ૨. જેઓ પૂર્વ સ્થૂલ શરીરને છોડી નવા સ્કૂલ શરીરને પ્રાપ્ત કરે છે તે જીવો. તેઓ અંતરાલગતિના સમયે સૂક્ષ્મ શરીરથી અવશ્ય વીંટાયેલા હોય છે. એવા જીવો સંસારી કહેવાય છે. મુશ્યમાન છવ મેક્ષના નિયત સ્થાન ઉપર જુગતિથી જ જાય છે, વક્રગતિથી નહિ; કેમ કે તે પૂર્વ સ્થાનની સરળરેખાવાળા મેક્ષસ્થાનમાં ઉત્પન્ન થાય છે, જરા પણ આઘા પાછા નહિ. પરંતુ સંસારી જીવના ઉત્પત્તિસ્થાન માટે કોઈ નિયમ નથી. કેઈક વાર તે જે નવા સ્થાનમાં એને ઉત્પન્ન થવાનું છે તે પૂર્વ સ્થાનની બિલકુલ સરળ રેખામાં હોય છે, અને કયારેક વકરેખામાં પણ આનું કારણ એ છે કે પુનર્જન્મના નવીન સ્થાનને આધાર પૂર્વે કરેલાં કર્મ ઉપર છે; અને કર્મ વિવિધ પ્રકારનાં હોય છે, એથી સંસારી જીવ ઋજુ અને વક્ર બને ગતિના અધિકારી છે. સારાંશ એ છે કે, મુક્તિસ્થાનમાં જતા આત્માની જ માત્ર એક સરળગતિ હોય છે; અને પુનર્જન્મને માટે સ્થાનાંતર કરતા જવાની સરળ તથા વક્ર બન્ને ગતિઓ હેય છે. ઋજુગતિનું બીજું નામ “ઈષગતિ’ પણ છે, કેમ કે તે ધનુષના વેગથી પ્રેરાયેલા બાણની ગતિની માફક પૂર્વશરીરજનિત વેગથી માત્ર સીધી હોય છે. વક્રગતિનાં પાણિમુક્તા',
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org