________________
૧૦૮
તત્ત્વાર્થ સૂત્ર
સમય સુધી? અને અનાહારક સ્થિતિનું કાલમાન કયા નિયમ ઉપર અવલખિત છે ?
આત્માને વ્યાપક માનનારાં દનાને પણ આ પાંચ પ્રશ્નો ઉપર વિચાર કરવા જરૂરતા છે, કેમ કે તેઓને પણ પુનર્જન્મની ઉપપત્તિ માટે છેવટે સૂક્ષ્મશરીરનું ગમન અને અંતરાલગતિ માનવાં પડે છે; પરન્તુ જૈન દનને તે પોતે દેહવ્યાપી આત્મા માનતું હાવાથી ઉપરના પ્રશ્નો ઉપર અવશ્ય વિચાર કરવા પડે છે. તે જ વિચાર અહીયાં ક્રમશઃ કરવામાં આવ્યા છે. તે આ પ્રમાણે :
ચોળ : અંતરાલતિ એ પ્રકારની છેઃ ઋજુ અને વક્ર. ઋજુગતિથી સ્થાનાંતરે જતા જીવને નવા પ્રયત્ન કરવા પડતા નથી, કેમ કે જ્યારે તે પૂર્વે શરીર છોડે છે ત્યારે તેને તે પૂર્વશરીરજન્ય વેગ મળે છે; તેનાથી તે બીજા પ્રયત્ન સિવાય જ ધનુષથી છૂટેલા ખાણની માફક સીધો જ નવા સ્થાન ઉપર પહેોંચી જાય છે. બીજી ગતિ વ–વાંકી હોય છે. આ ગતિથી જનાર જીવને નવા પ્રયત્ન કરવા પડે છે, કેમ કે પૂ શરીરજન્ય પ્રયત્ન જીવને જ્યાંથી વળવું પડે છે ત્યાં સુધી જ કામ કરે છે; વળવાનું સ્થાન આવતાં જ પૂર્વાં દેહજનિત પ્રયત્ન મંદ પડે છે, માટે ત્યાંથી સૂક્ષ્મશરીર કે જે જીવની સાથે એ સમયે પણ હાય છે, તેનાથી પ્રયત્ન થાય છે. એ સૂક્ષ્મશરીરજન્ય પ્રયત્ન જ ‘કામ યાગ ' કહેવાય છે. એ આશયથી સૂત્રમાં કહ્યુ છે કે વિગ્રહગતિમાં કાણુયાગ જ છે. સારાંશ એ છે કે વક્રગતિથી જતા જીવ માત્ર પૂર્વીશરીરજન્ય પ્રયત્નથી નવા સ્થાને પહેાંચી શકતા નથી; એને માટે નવો પ્રયત્ન કા ણ – સૂક્ષ્મ – શરીરથી જ સાધ્ય છે, કેમ કે એ સમયે એને
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org