________________
અધ્યાય ૧-સૂત્ર ૨૬-૩૧
૧૧૧
‘લાંગલિકા' અને ‘ગામૂત્રિકા' એવાં ત્રણ નામ છે. જેમાં એક વાર સરળરેખાના ભંગ થાય તે પાણિમુક્તા’, જેમાં એ વાર થાય તે લાંગલિકા' અને જેમાં ત્રણ વાર થાય તે ‘ગામૂત્રિકા,’ જીવની કોઈ પણ એવી વક્રગતિ નથી હતી કે જેમાં ત્રણથી અધિક વાંક લેવા પડે; ક્રમ કે જીવનું નવું ઉત્પત્તિસ્થાન ગમે તેટલું વિશ્રેણિપતિત – વક્રરેખાસ્થિત – હોય તે પણ તે ત્રણ વાંકમાં તે અવશ્ય જ પ્રાપ્ત થઈ જાય છે. પુદ્ગલની વક્રગતિમાં વાંકની સ ંખ્યાને કશાયે નિયમ નથી; એના આધાર પ્રેરક નિમિત્ત ઉપર છે. [૨૮–૨૯]
–
૪. તિનું ામાન : અંતરાલગતિનું કાલમાન જધન્ય એક સમયનું અને ઉત્કૃષ્ટ ચાર સમયનુ છે. જ્યારે ઋજુગતિ હાય ત્યારે એક જ સમય અને જ્યારે વક્રગતિ હાય ત્યારે બે, ત્રણ અથવા ચાર સમય સમજવા. સમયની સ ંખ્યાની વૃદ્ધિના આધાર વાંકની સ ંખ્યાની વૃદ્ધિ ઉપર અવલંબિત છે. જે વક્રગતિમાં એક વાંક હાય એનુ કાલમાન એ સમયનુ, જેમાં એ હાય તેનું કાલમાન ત્રણ સમયનું અને જેમાં ત્રણ હાય તેનું કાલમાન ચાર સમયનું સમજવું. સારાંશ એ છે કે એક વિગ્રહની ગતિથી ઉત્પત્તિસ્થાનમાં જ્યારે જવાનુ હોય છે, ત્યારે પૂસ્થાનથી વાંકવાળા સ્થાન ઉપર પહેાંચવા માટે એક સમય, અને વાંકવાળા સ્થાનથી ઉત્પત્તિસ્થાન સુધી જતાં બીજો સમય લાગે છે. આ નિયમ પ્રમાણે ખે વિગ્રહની ગતિમાં ત્રણ સમય અને ત્રણ વિગ્રહની ગતિમાં ચાર સમય લાગે છે. અહીયાં એ પણ જાણી લેવું જોઈ એ કે ઋજુ
•
૧. આ પાણિમુક્તા આદિ નામે દ્દિગંખરીયટીકાગ્ર થામાં પ્રસિદ્ધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org