________________
૧૧૨
તત્વાર્થસૂત્ર ગતિથી જન્માંતર કરતા જીવને પૂર્વ શરીર ત્યાગતી વેળાએ જ નવીન આયુષ, અને ગતિ કર્મને ઉદય થઈ જાય છે, અને વક્રગતિવાળા જીવને પ્રથમ વક્ર સ્થાને નવીન આયુ, ગતિ અને આનુપૂર્વી નામકર્મને યથાસંભવ ઉદય થઈ જાય છે, કારણ કે, પ્રથમ વક્રસ્થાન સુધી જ પૂર્વભવીય આયુ વગેરેને ઉદય રહે છે. [૩૦].
અનારનું શાસ્ત્રમીન: મુચ્ચમાન જીવને માટે તે અંતરાલગતિમાં આહારને પ્રશ્ન જ નથી; કેમ કે તે સૂક્ષ્મ, સ્કૂલ બધાં શરીરથી રહિત છે; પરંતુ સંસારી જીવને માટે એ આહારનો પ્રશ્ન છે, કેમ કે એને અંતરાલગતિમાં પણ સૂક્ષ્મ શરીર અવશ્ય હોય છે. આહારનો અર્થ એ છે કે સ્કૂલ શરીરને મેગ્ય પુદગલે ગ્રહણ કરવાં. એવો આહાર સંસારી જીવોમાં અંતરાલગતિના સમયે હોય છે પણ ખરે અને નથી પણ હોતે. જે હજુગતિથી અથવા બે સમયની એક વિગ્રહવાળી ગતિથી જનાર હોય છે, તે અનાહારક નથી હોતા કેમકે જુગતિવાળા છે જે સમયે પૂર્વ શરીર છોડે છે, તે જ સમયે નવું સ્થાન પ્રાપ્ત કરે છે, તેમાં સમયાંતર થત નથી. એથી એઓને ઋજુગતિનો સમય ત્યાગ કરેલ પૂર્વભાવના શરીર દ્વારા ગ્રહણ કરેલા આહારને સમય છે, અથવા તે નવીન જન્મસ્થાનના ગ્રહણ કરેલ આહારને સમય છે. એ જ સ્થિતિ એક વિગ્રહવાળી ગતિની છે; કેમ કે એના બે સમયમાંથી પહેલો સમય પૂર્વ શરીર દ્વારા ગ્રહણ કરેલા આહારનો છે અને બીજો સમય નવા ઉત્પતિસ્થાનમાં પહોંચવાનું છે, જેમાં નવીન શરીરધારણ કરવા માટે આહાર કરવામાં આવે છે. પરંતુ ત્રણ સમયની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org