________________
અધ્યાય ૧ - સૂત્ર ૩-૩૧
૧૦૯ બીજું કઈ- સ્થૂલ – શરીર હેતું નથી. સ્થૂલ શરીર ન હોવાથી એ સમયે એને મને અને વચનયોગ પણ હેતે નથી. [૨૬]
તિને નિયમ : ગતિશીલ પદાર્થ બે જ પ્રકારના છે: જીવ અને પુગલ. એ બન્નેમાં ગતિક્રિયાની શક્તિ છે. એથી તેઓ નિમિત્ત મળતાં ગતિક્રિયામાં પરિણત થઈ ગતિ કરવા લાગે છે. તેઓ બાહ્ય ઉપાધિથી વાંકી ગતિ ભલે કરે, પરંતુ એઓની સ્વાભાવિક ગતિ તે સીધી જ છે. સીધી ગતિને અર્થ એ છે કે પહેલાં જે આકાશક્ષેત્રમાં જીવ અથવા પરમાણુ સ્થિત હોય ત્યાંથી ગતિ કરતાં કરતાં તે એ જ આકાશક્ષેત્રની સરળ રેખામાં ઊંચે, નીચે અથવા તીરછ ચાલ્યા જાય છે. આ સ્વાભાવિક ગતિને લઈને સૂત્રમાં કહ્યું છે કે ગતિ અનુશ્રેણિ હોય છે. શ્રેણિને અર્થ પૂર્વ સ્થાન જેટલી – ઓછી કે વધારે નહિ એવી – સરળ રેખા – સમાનાંતર સીધી લીટી છે. આ સ્વાભાવિક ગતિના વર્ણનથી સૂચિત થાય છે કે કોઈ પ્રતિઘાતકારક કારણ હોય ત્યારે જીવ અથવા પુલ શ્રેણિ – સરળ રેખા –ને છોડીને વક્રરેખાએ પણ ગમન કરે છે. સારાંશ એ છે કે ગતિશીલ પદાર્થોની ગતિક્રિયા પ્રતિઘાતક – અટકાયત કરનાર – નિમિત્ત ન હોય ત્યારે પૂર્વ સ્થાન પ્રમાણુ સરળ રેખાથી થાય છે, અને પ્રતિઘાતક નિમિત્ત હોય ત્યારે વક્રરેખાથી થાય છે. [૨૭]
તિના પ્રાર: પહેલાં કહ્યું છે કે ગતિ ઋજુ અને વાંકી બે પ્રકારની છે. ઋજુગતિ એ છે કે જેમાં પૂર્વ સ્થાનથી નવા સ્થાન તરફ જતાં સરળરેખાનો ભંગ ન થાય; અર્થાત એક પણ વાંક ન લેવો પડે. વક્રગતિ એ છે કે જેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org