________________
અધ્યાય ૧- ૨૬-૩૧
૧૦૭ विग्रहवती च संसारिणः प्राक् चतुभ्यः ॥२९॥
રમાડવા રૂo | एकं द्वौ वानाहारकः । ३१ । વિગ્રહગતિમાં કર્મયોગ-કાશ્મણયોગ જ હોય છે. ગતિ, શ્રેણિ-સરળ રેખા પ્રમાણે થાય છે.
જીવની–મેક્ષમાં જતા આત્માની–ગતિ વિગ્રહરહિત જ હોય છે.
સંસારી આત્માની ગતિ અવિગ્રહ અને સવિગ્રહ હોય છે. વિગ્રહ ચારથી પહેલાં સુધી અર્થાત્ ત્રણ સુધી હોઈ શકે છે.
એક વિગ્રહ એક જ સમયને હૈય છે. એક અથવા બે સમય સુધી જીવ અનાહારક રહે છે. પુનર્જન્મ માનતા દરેક દર્શનની સામે અંતરાલગતિ સંબંધી નીચે લખેલા પાંચ પ્રશ્નો ઉપસ્થિત થાય છે.
૧. જન્માંતર માટે અથવા મોક્ષ માટે જયારે જીવ ગતિ કરે છે ત્યારે, અર્થાત અંતરાલગતિના સમયે, સ્કૂલ શરીર ના હેવાથી છવ કેવી રીતે પ્રયત્ન કરે છે?
૨. ગતિશીલ પદાર્થ ગતિ કરે છે તે કયા નિયમથી?
૩. ગતિક્રિયાના કેટલા પ્રકાર છે અને કયા કયા ? જીવ કઈ કઈ ગતિક્રિયાના અધિકારી છે ?
૪. અંતરાલગતિનું જઘન્ય અથવા ઉત્કૃષ્ટ કાલમાન કેટલું છે? તે કાલમાન કયા નિયમ ઉપર અવલંબિત છે ?
૫. અંતરાલગતિના સમયે જીવ આહાર ગ્રહણ કરે છે કે નહિ? અને જે નથી કરતે તે જઘન્ય અથવા ઉત્કૃષ્ટ કેટલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org