________________
૧૦૨
' તત્વાર્થસૂત્ર જ એમ કહેવામાં આવ્યું છે કે અનિંદ્રિયનો વિષય શ્રત છે; અર્થાત મૂર્ત, અમૂર્ત બધાં તનું સ્વરૂપ મનનું પ્રવૃત્તિક્ષેત્ર છે.
પ્ર–જેને શ્રુત કહે છે તે જે મનનું કાર્ય હેય અને તે એક પ્રકારનું સ્પષ્ટ તથા વિશેષગ્રાહી જ્ઞાન હોય તે પછી શું મનથી મતિજ્ઞાન ન થાય ? * ઉ–થાય; પરંતુ મનની દ્વારા પહેલવહેલું જે સામાન્યરૂપે વસ્તુનું ગ્રહણ થાય છે અને જેમાં શબ્દાર્થસંબંધ, પૌવપર્ય–આગળપાછળનું અનુસંધાન–અને વિકલ્પરૂપ વિશેષતા ન હોય તે “મતિજ્ઞાન છે. એની પછી થનારી ઉક્ત વિશેષતાવાળી વિચારધારા તે “શ્રુતજ્ઞાન છે. તાત્પર્ય કે મને જન્ય જ્ઞાનવ્યાપારની ધારામાં પ્રાથમિક અલ્પ અંશ મતિજ્ઞાન” છે, અને પછીને અધિક અંશ “શ્રુતજ્ઞાન” છે. સારાંશ એ છે કે સ્પર્શન આદિ પાંચ ઈદ્રિયોથી ફક્ત મતિજ્ઞાન થાય છે, પરંતુ મનથી મતિ અને શ્રુત બંને થાય છે. એમાં પણ મતિ કરતાં શ્રત જ પ્રધાન છે, એથી અહીંયાં મનને વિષય શ્રત કહ્યો છે.
પ્ર–મનને અનિંદ્રિય કેમ કહ્યું છે?
ઉ–ો કે તે પણ જ્ઞાનનું સાધન હોવાથી ઈદ્રિય છે જ; પરંતુ રૂ૫ આદિ વિષયોમાં પ્રવૃત્ત થવા માટે તેને નેત્ર આદિ ઈદ્રિયોને આશ્રય લેવો પડે છે. આ પરાધીનતાના કારણે એને અનિંદ્રિય અથવા નેઈદ્રિય-ઈષદ્રિય જેવું કહ્યું છે. - પ્ર–શું મન પણ નેત્ર આદિની માફક શરીરના કોઈ ખાસ સ્થાનમાં જ રહે છે કે સર્વત્ર?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org