________________
અધ્યાય - સૂત્ર ર૩રપ ઉ–તે શરીરની અંદર સર્વત્ર વર્તમાન છે, કેઈ ખાસ સ્થાનમાં નથી; કેમ કે શરીરનાં ભિન્ન ભિન્ન સ્થાનમાં વર્તમાન ઇદ્રિ દ્વારા ગ્રહણ કરેલા બધા વિષયેમાં મનની ગતિ થાય છે, જે તેને આખા દેહમાં માન્યા સિવાય ઘટી શક્તી નથી; એથી એમ કહ્યું છે કે, “ચત્ર પવનતંત્ર અનઃ ” રિ૧-૨૨]
હવે ઇદ્રિના સ્વામી કહે છે : वाय्वन्तानामेकम् । २३ । મિસ્ટિાગ્રામનુષ્યનવૃત્તનિ રક संशिनः समनस्काः । २५ ।
વાયુકાય સુધીના જીવને એક ઇંદ્રિય હોય છે.
કૃમિ-કરમિયાં, પિપાલિકા-કડી, ભ્રમર અને મનુષ્ય વગેરેને ક્રમે કમે એક એક ઇંદ્રિય અધિક હેય છે.
સંસી મનવાળાં હોય છે.
તેરમા અને ચૌદમા સૂત્રમાં સંસારી જીના સ્થાવર અને ત્રસ એવા બે વિભાગ બતાવ્યા છે, એમાં નવ નિકાય જાતિઓ છે. જેમ કે, પૃથ્વીકાય, જલકાય, વનસ્પતિકાય, તેજ:કાય અને વાયુકાય એ પાંચ તથા દ્વિયાદિ ચાર. એમાંથી વાયુકાય સુધીના પાંચ નિકાને ફક્ત એક ઈદ્રિય હોય છે, અને તે પણ સ્પર્શનઈદ્રિય.
૧. આ શ્વેતાંબર પરંપરાનો મત છે; દિગંબર પરંપરા પ્રમાણે દ્રવ્યમનનું સ્થાન સંપૂર્ણ શરીર નથી, કિન્તુ ફક્ત દય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org