________________
તવાથસૂત્ર છે, અમૂર્ત નહિ. પાંચે ઈદિના વિષયે જે જુદા જુદા બતાવ્યા છે તે એકબીજાથી સર્વથા ભિન્ન અને મૂળ તત્ત્વ-દ્રવ્યરૂપ નહિ, પણ એક જ દ્રવ્યના ભિન્ન ભિન્ન અંશે-પર્યાય છે; અર્થાત્ પાંચે ઇંદ્રિયે એક જ દ્રવ્યની પરસ્પર ભિન્ન ભિન્ન અવસ્થાઓને જાણવામાં પ્રવૃત્ત થાય છે. એથી જ આ સૂત્રમાં પાંચ ઇદ્રિના જે પાંચ વિષયે બતાવ્યા છે, તે સ્વતંત્ર અલગ અલગ વસ્તુ ન સમજતાં એક જ મૂર્ત-પૌગલિક દ્રવ્યના અંશ સમજવા જોઈએ. જેમ કે, એક લાડુ છે, એને ભિન્ન ભિન્ન પ્રકારે પાંચે ઈદ્રિ જાણી શકે છે. આંગળી સ્પર્શ કરી એનો શીતઉષ્ણાદિ સ્પર્શ બતાવી શકે છે; જીભ ચાખીને એને ખાટ, મીઠો આદિ રસ બતાવે છે; નાક સૂધીને એની સુગંધ અથવા દુર્ગધ બતાવે છે; આંખ જોઈને એને લાલ, સફેદ આદિ રંગ બતાવે છે; કાન એ લાડુને ખાતાં ઉત્પન્ન થતો અવાજ બતાવે છે. એમ પણ નથી કે એ એક જ લાડુમાં સ્પર્શ, રસ, ગંધ આદિ ઉક્ત પાંચે વિષયેનું સ્થાન અલગ અલગ હેય, કિન્તુ તે બધા એના બધા ભાગમાં એક સાથે રહે છે; કેમ કે તે બધા એક જ દ્રવ્યના અવિભાજ્ય પર્યાય છે. એમને વિભાગ ફક્ત બુદ્ધિ દ્વારા કરી શકાય છે, જે ઈદ્રિયથી થાય છે. ઈદ્રિયેની શક્તિ જુદી જુદી છે. તે ગમે તેટલી પટુ હેય તે પણ પોતાના ગ્રાહ્ય વિષય સિવાય અન્ય વિષયને જાણવામાં સમર્થ થતી નથી. આ કારણથી પાંચે ઈદ્રિયોના પાંચે વિષય અસંકીર્ણ-પૃથફ પૃથક છે.
પ્રસ્પર્શ આદિ પાંચે વિષયો સહયરિત છે તે પછી એમ કેમ કે કઈ કઈ વસ્તુમાં એ પાંચેની ઉપલબ્ધિ ન હોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org