________________
તવાથસૂત્ર તે પ્રમાણે નયના મૂળ પાંચ ભેદો અને પછી પાંચમા શબ્દનયન સાંપ્રત, સમભિરૂઢ અને એવંભૂત એવા ત્રણ ભેદો છે.
નોનું નિરૂપ ઘટે શું ?: કેઈ એક કે અનેક વસ્તુ વિષે એક જ કે અનેક મનુષ્ય અનેક પ્રકારના વિચાર કરે છે. એ બધા વિચારે વ્યક્તિરૂપે જોતાં અપરિમિત છે. તેથી તે બધાંનું એક એક લઈને ભાન કરવું અશક્ય હોવાથી તેનું અતિટૂંકાણ કે અતિલંબાણ છોડી મધ્યમ માર્ગે પ્રતિપાદન કરવું એ જ નાનું નિરૂપણ છે. તેનું નિરૂપણ એટલે વિચારોનું વર્ગીકરણ. નયવાદ એટલે વિચારની મીમાંસા. આ વાદમાં માત્ર વિચારનાં કારણે, તેનાં પરિણામે કે તેના વિષયની જ ચર્ચા નથી આવતી, પણ એમાં પરસ્પર વિરોધી દેખાતા અને છતાં વાસ્તવિક રીતે જોતાં અવિરેધી એવા વિચારના અવિરધીપણાના કારણનું ગવેષણ મુખ્યપણે હોય છે. તેથી ટૂંકામાં નયવાદની વ્યાખ્યા એમ આપી શકાય કે વિરોધી દેખાતા વિચારોના વાસ્તવિક અવિરધનું મૂળ તપાસનાર અને તેમ કરી તેવા વિચારોનો સમન્વય કરનાર શાસ્ત્ર. દાખલા તરીકે એક આત્માના જ વિષયમાં પરસ્પર વિરોધી મંતવ્ય મળે છે. ક્યાંક “આત્મા એક છે એવું કથન છે, તો ક્યાંક “અનેક છે એવું કથન છે. એકપણું અને અનેકપણું પરસ્પર વિરોધી દેખાય છે. એવી સ્થિતિમાં આ વિષેધ વાસ્તવિક છે કે નહિ અને જે વાસ્તવિક ન હોય તો તેની સંગતિ શી છે? એની શોધ નયવાદે કરીને એ સમન્વય કર્યો છે કે વ્યક્તિની દૃષ્ટિએ આત્મતત્વ અનેક છે, પણ શુદ્ધચૈતન્યની દૃષ્ટિએ તે એક જ છે. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org