________________
તત્વાર્થસૂત્ર તેથી એ પાંચે અછવનું સ્વરૂપ થઈ શક્તા નથી. ઉપરના પાંચ ભાવ એકી સાથે બધા જીવમાં હોય છે એવો નિયમ નથી. સમસ્ત મુક્ત જીવોમાં ફક્ત બે ભાવ હોય છે : ક્ષાયિક અને પારિણમિક. સંસારી જેમાં કોઈ ત્રણ ભાવવાળા, કઈ ચાર ભાવવાળા અને કઈ પાંચ ભાવવાળા હોય છે; પરંતુ બે ભાવવાળું કઈ હોતું નથી. અર્થાત મુક્ત આત્માના પર્યા ઉક્ત બે ભાવોમાં અને સંસારીના પર્યાયો ત્રણથી પાંચ ભાવોમાં પ્રાપ્ત થાય છે. એથી જ પાંચ ભાવોને જીવનું સ્વરૂપ કહ્યા છે. એ કથન જીવરાશિની અપેક્ષાએ કે કોઈ જીવવિશેષમાં સંભવની અપેક્ષાએ સમજવું.
જે પર્યાયે ઔદયિક ભાવવાળા છે તે “વૈભાવિક” અને બાકીના ચારે ભાવવાળા પર્યાયે “સ્વાભાવિક છે.
ઉક્ત પાંચ ભાના કુલ ૫૩ ભેદ આ સૂત્રમાં ગણાવ્યા છે. કયા કયા ભાવવાળા કેટકેટલા પર્યાય છે અને તે કયા કયા. તે આગળ બતાવવામાં આવે છે.
સર્વોપશમ માત્ર મેહનીયને જ થાય છે. દર્શનમેહનીય કર્મના ઉપશમથી સમ્યકત્વ પ્રકટ થાય છે અને ચારિત્રમેહનીય કર્મના ઉપશમથી ચારિત્ર પ્રકટ થાય છે. માટે જ સમ્યકત્વ અને ચારિત્ર એ બને પર્યાયે ઔપથમિક ભાવવાળા સમજવા જોઈએ.
કેવલજ્ઞાનાવરણને ક્ષયથી કેવલજ્ઞાન, કેવલદર્શનાવરણના ક્ષયથી કેવલદર્શન, પંચવિધ અંતરાયના ક્ષયથી દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય એ પાંચ લબ્ધિઓ, દર્શનમોહનીય કર્મના ક્ષયથી સમ્યકત્વ અને ચારિત્રમેહનીય કર્મના ક્ષયથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org