________________
અધ્યાય ૨- સૂગ ૮ રાખે છે તે, એ જ વસ્તુસૂચન કરવાને માટે છે. દિગંબર સંપ્રદાયમાં આ જ અર્થ “ચ” શબ્દથી લીધે છે. [૧–૭] હવે જીવનું લક્ષણ કહે છે :
उपयोग लक्षणम् ।८।
ઉપગ એ જીવનું લક્ષણ છે.
જીવ કે જેને આત્મા અને ચેતન પણ કહે છે, તે અનાદિસિદ્ધ (સ્વતંત્ર) દ્રવ્ય છે. તાત્વિક દૃષ્ટિએ અરૂપી હેવાથી એનું જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા થતું નથી, પરંતુ સ્વસંવેદન પ્રત્યક્ષ તથા અનુમાન આદિથી કરી શકાય છે. એમ હવા છતાં પણ સાધારણ જિજ્ઞાસુઓ માટે એક એવું લક્ષણ બતાવવું જોઈએ કે જેનાથી આત્માની પિછાન કરી શકાય. એ અભિપ્રાયથી પ્રસ્તુત સૂત્રમાં તેનું લક્ષણ બતાવ્યું છે. આત્મા લક્ષ્ય –ય છે; અને ઉપયોગ લક્ષણ - જાણવાને ઉપાય – છે. જગત અનેક જડ ચેતન પદાર્થોનું મિશ્રણ છે. એમાંથી જડ અને ચેતનને વિવેકપૂર્વક નિશ્ચય કરવો હોય તે ઉપયોગ દ્વારા થઈ શકે છે; કેમ કે તરતમભાવથી ઉપયોગ બધા આત્માઓમાં અવશ્ય મળી આવે છે, જ્યારે જડમાં તે બિલકુલ હેત નથી.
પ્ર—-ઉપયોગ એટલે શું? ઉ–ઉપયોગ એટલે બેધરૂપ વ્યાપાર.
પ્ર – આત્મામાં બંધની ક્રિયા થાય છે અને જડમાં કેમ થતી નથી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org