________________
જવાથસૂત્ર થનાર એક પ્રકારનાં સૂક્ષ્મ પરમાણુઓ પણ મન કહેવાય છે. પહેલું ભાવમન અને બીજું દ્રવ્યમન કહેવાય છે.
પ્ર૦–સત્વ અને સ્થાવરત્વને અર્થ છે?
ઉ–ઉદેશપૂર્વક એક સ્થાનથી બીજા સ્થાન ઉપર જવાની અથવા હાલવાચાલવાની શક્તિ એ ત્ર િઅને એવી શક્તિ ન હોવી તે સ્થાવરત્વ.
પ્ર – જે જીવ મનરહિત ગણાયા છે તેમને શું દ્રવ્ય કે ભાવ કોઈ પ્રકારનું મન નથી હતું ?
ઉ–ફક્ત ભાવમન હોય છે.
પ્ર–ત્યારે તે બધા જ મનવાળા થયા, પછી મનવાળા અને મનરહિત એવો વિભાગ કઈ રીતે ?
ઉ૦–દ્રવ્યમનની અપેક્ષાએ. અર્થાત્ જેમ બહુ ઘરડે માણસ પગ અને ચાલવાની શક્તિ હોવા છતાં પણ લાકડીના ટેકા સિવાય ચાલી શકતું નથી, એ રીતે ભાવમન હોવા છતાં પણ જીવ, દ્રવ્યમન સિવાય સ્પષ્ટ વિચાર કરી શકતું નથી. એ કારણથી દ્રવ્યમનની પ્રધાનતા માની એના ભાવ અને અભાવની અપેક્ષાએ મનવાળા અને મનરહિત એ વિભાગ કર્યો છે.
પ્રહ–બીજે વિભાગ કરવાનું શું છે તે અર્થ નથી કે બધા ત્રસ સમનસ્ક અને બધા સ્થાવર અમનસ્ક છે ?
ઉ૦-નહિ. ત્રસમાં પણ કેટલાક સમનસ્ક હોય છે, પણ બધા નહિ; જ્યારે સ્થાવર તો બધા અમનસ્ક જ હોય છે.
સ્થાવરના પૃથ્વીકાય, જલકાય અને વનસ્પતિકાય એવા ત્રણ ભેદ છે અને ત્રસના તેજ:કાય અને વાયુકાય એવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org