SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 2 – Verse 8 is meant to indicate the same matter. In the Digambara tradition, this meaning is derived from the word "cha." [1-7] Now it describes the characteristics of the soul: The characteristic of life is the use. The soul, which is also called the self and consciousness, is an eternal (independent) substance. From a metaphysical perspective, its knowledge is not obtained through the senses, but can be achieved through self-awareness and inference, among other means. Nevertheless, for a general inquisitive person, it should show a characteristic through which the self can be recognized. This is indicated in the present verse. The self is the object of knowledge; and the characteristic of use is a means of knowledge. The world is a mixture of many material and conscious substances. The distinction between the material and the conscious can be determined through use; because, in a reflective manner, use is certainly found in all souls, whereas it is completely absent in the material. Q: What is use? A: Use is formless transaction. Q: Why does the process of bondage occur in the soul and not in the material?
Page Text
________________ અધ્યાય ૨- સૂગ ૮ રાખે છે તે, એ જ વસ્તુસૂચન કરવાને માટે છે. દિગંબર સંપ્રદાયમાં આ જ અર્થ “ચ” શબ્દથી લીધે છે. [૧–૭] હવે જીવનું લક્ષણ કહે છે : उपयोग लक्षणम् ।८। ઉપગ એ જીવનું લક્ષણ છે. જીવ કે જેને આત્મા અને ચેતન પણ કહે છે, તે અનાદિસિદ્ધ (સ્વતંત્ર) દ્રવ્ય છે. તાત્વિક દૃષ્ટિએ અરૂપી હેવાથી એનું જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા થતું નથી, પરંતુ સ્વસંવેદન પ્રત્યક્ષ તથા અનુમાન આદિથી કરી શકાય છે. એમ હવા છતાં પણ સાધારણ જિજ્ઞાસુઓ માટે એક એવું લક્ષણ બતાવવું જોઈએ કે જેનાથી આત્માની પિછાન કરી શકાય. એ અભિપ્રાયથી પ્રસ્તુત સૂત્રમાં તેનું લક્ષણ બતાવ્યું છે. આત્મા લક્ષ્ય –ય છે; અને ઉપયોગ લક્ષણ - જાણવાને ઉપાય – છે. જગત અનેક જડ ચેતન પદાર્થોનું મિશ્રણ છે. એમાંથી જડ અને ચેતનને વિવેકપૂર્વક નિશ્ચય કરવો હોય તે ઉપયોગ દ્વારા થઈ શકે છે; કેમ કે તરતમભાવથી ઉપયોગ બધા આત્માઓમાં અવશ્ય મળી આવે છે, જ્યારે જડમાં તે બિલકુલ હેત નથી. પ્ર—-ઉપયોગ એટલે શું? ઉ–ઉપયોગ એટલે બેધરૂપ વ્યાપાર. પ્ર – આત્મામાં બંધની ક્રિયા થાય છે અને જડમાં કેમ થતી નથી ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy