SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ નામ અને ગોત્ર કર્મના ઉદયથી થાય છે. કૃષ્ણ, નીલ, કાપિત, તેજ, પર્વ અને શુકલ એ છ પ્રકારની લેયાઓ - કષાયદયરંજિત યુગપ્રવૃત્તિ કે યોગપરિણામ - કવાયના ઉદયનું અથવા ગજનક શરીરનામ કર્મના ઉદયનું ફળ છે, તેથી જ ગતિ આદિ ઉપરના ૨૧ પર્યાયે ઔદયિક કહેવાય છે. જીવત્વ (ચૈતન્ય), ભવ્યત્વ (મુક્તિની ગ્યતા), અભવ્યત્વ (મુક્તિની અયોગ્યતા), એ ત્રણ ભાવો સ્વાભાવિક છે. અર્થાત્ તે, કર્મના ઉદયથી કે ઉપશમથી કે ક્ષયથી કે ક્ષપશમથી પેદા થતા નથી; કિન્તુ અનાદિસિદ્ધ આત્મદ્રવ્યના અસ્તિત્વથી જ સિદ્ધ છે, તેથી તે પરિણામિક છે. પ્ર–શું પરિણામિક ભાવ ત્રણ જ છે? ઉ–નહિ. બીજા પણ છે. પ્ર–તે કયા? ઉ–અસ્તિત્વ, અન્યત્વ, કર્તવ, ભેતૃત્વ, ગુણવત્વ, પ્રદેશવત્વ, અસંખ્યાતપ્રદેશત્વ, અસર્વગતત્વ, અરૂપત્ર આદિ અનેક છે. પ્ર–તે પછી ત્રણ જ કેમ ગણાવ્યા ? ઉ– અહીંયાં જીવનું સ્વરૂપ બતાવવું છે અને તે એના અસાધારણ ભાવોથી બતાવી શકાય. માટે ઔપથમિક આદિની સાથે પરિણામિક ભાવે એવા જ બતાવ્યા છે કે જે જીવના અસાધારણ છે. અસ્તિત્વ આદિ ભાવો પરિણામિક છે ખરા, પરંતુ તે જીવની માફક અછવમાં પણ છે; તેથી તે જીવન અસાધારણ ભાવ ન કહેવાય. માટે જ અહીંયા એમને નિર્દેશ કર્યો નથી. તેમ છતાં છેવટે જે આદિ શબ્દ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy