SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થસૂત્ર ઉ–બેધનું કારણ ચેતનાશક્તિ છે. તે જેમાં માં તેમાં બેધક્રિયા થઈ શકે છે, બીજામાં નહિ. ચેતનાશક્તિ આત્મામાં જ છે, જડમાં નહિ. પ્રવ–આમા સ્વતંત્ર દ્રવ્ય છે એથી એમાં અનેક ગુણ હોવા જોઈએ; તે પછી ઉપગને જ લક્ષણ કેમ કહ્યું ? ઉ–સાચે જ આત્મામાં અનંત ગુણપર્યાય છે, પરંતુ તે બધામાં ઉપગ જ મુખ્ય છે. કેમ કે સ્વપરપ્રકાશરૂપ હોવાથી તે ઉપયોગ જ પિતાનું તથા ઈતર પર્યાનું જ્ઞાન કરાવી શકે છે. એ સિવાય આત્મા જે કાંઈ અસ્તિ – નાસ્તિ જાણે છે, નવુ - ૨ કરે છે, સુખ દુઃખને અનુભવ કરે છે તે બધું ઉપયોગને લીધે જ. એથી જ ઉપયોગ એ બધા પર્યાયમાં મુખ્ય છે. પ્ર–શું લક્ષણ, સ્વરૂપથી ભિન્ન છે? ઉ –નહિ. પ્ર–તો તે પહેલા પાંચ ભાવોને જીવનું સ્વરૂપ કહ્યું છે એથી તે પણ લક્ષણ થયું તે પછી બીજું લક્ષણ બતાવવાનું શું પ્રયોજન ? ઉ–અસાધારણ ધર્મ પણ બધા એકસરખા હતા નથી. કેટલાક તે એવા હોય છે કે જે લક્ષ્યમાં હોય છે ખરા, પણ તે કેઈક વાર હોય છે અને કોઈક વાર નહિ; કેટલાક એવા પણ હોય છે કે જે સમગ્ર લક્ષ્યમાં રહેતા નથી; જ્યારે બીજા કેટલાક એવા હોય છે કે જે ત્રણે કાળમાં સમગ્ર લક્ષ્યમાં રહે છે. સમગ્ર લક્ષ્યમાં ત્રણે કાળમાં મળી આવે એ અસાધારણ ધર્મ ઉપગ જ છે. એથી લક્ષણરૂપે એનું પૃથક થન કર્યું છે અને તદ્દારા એવું સૂચિત એ જ સમય જ છે. ચિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy