SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૨-સૂત્ર હ ૧૯ કર્યું` છે કે ઔપમિક આદિ ભાવા જીવનું સ્વરૂપ તેા છે; પરંતુ તે, બધા આત્માઓમાં મળતા નથી અને ત્રિકાળવતી પણ નથી. ત્રિકાળવતી અને બધા આત્માઓમાં પ્રાપ્ત થાય એવા એક જીવત્વરૂપ પારિણામિક ભાવ છે, જેના ફલિત અર્થ ઉપયાગ જ થાય છે. એથી એને અલગ કરી લક્ષણરૂપે કહ્યો છે. ખીજા બધા ભાવે। કાદાચિત્ક——કયારેક મળે એવા અને કયારેક ન મળે એવા, કેટલાક લક્ષ્યાંશમાં જ રહેનારા અને કસાપેક્ષ હાવાથી જીવના ઉપલક્ષણરૂપ થ શકે છે, લક્ષણ નહિ. ઉપલક્ષણ અને લક્ષણમાં તફાવત એ છે કે, જે પ્રત્યેક લક્ષ્યમાં સર્વાત્મભાવે ત્રણે કાળમાં પ્રાપ્ત થાય, તે લક્ષણ; જેમ કે અગ્નિમાં ઉષ્ણત્વ, અને જે કાર્યક લક્ષ્યમાં હાય અને કાર્યક્રમાં ન હાય, કદાચિત્ ાય અને કદાચિત ન હ્રાય અને સ્વભાવસિદ્ધ ન હાય, તે ઉપલક્ષણ, જેમ કે, અગ્નિનુ ઉપલક્ષણ ધુમાડો. જીવત્વને છેડીને ભાવાના આવન ભેદ આત્માના ઉપલક્ષણરૂપ જ છે. [૮] હવે ઉપયાગની વિવિધતા કહે છે ઃ सद्विविधोऽष्टचतुर्भेदः । ९ । તે અર્થાત્ ઉપયાગ એ પ્રકારના છે તથા આઠ પ્રકારના અને ચાર પ્રકારને છે. જ્ઞાનની શક્તિ-ચેતના, સમાન હેાવા છતાં પણ જાણુવાની ક્રિયા માધવ્યાપાર અથવા ઉપયોગ, બધા આત્મામાં સમાન દેખાતી નથી. આ ઉપયેગની વિવિધતા ખાદ્ય–આભ્યતર કારણેાના સમૂહની વિવિધતા ઉપર અવલંબિત છે વિષયભેદ, ઇંદ્રિય આદિ સાધનભેદ, દેશકાળભેદ ઇત્યાદિ વિવિધતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy