________________
અધ્યાય ૨- સૂત્ર ૧-૭
ચારિત્ર પ્રકટ થાય છે. માટે કેવલજ્ઞાનાદિ નવ પ્રકારના પર્યાયે ક્ષાયિક કહેવાય છે.
મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, અને મનઃ પર્યાયજ્ઞાનાવરણના ક્ષપશમથી મતિ, ભૂત, અવધિ અને મનપર્યાય જ્ઞાન પ્રગટ થાય છે. મિથ્યાત્વયુક્ત મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અને અવધિજ્ઞાનાવરણના ક્ષય પશમથી મતિઅજ્ઞાન, શ્રત અજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન પ્રગટ થાય છે. ચક્ષુર્દર્શનાવરણ, અચક્ષુર્દર્શનાવરણ અને અવધિદર્શનાવરણના ક્ષયોપશમથી ચક્ષુર્દર્શન, અચક્ષુન્દર્શન અને અવધિદર્શન પ્રગટ થાય છે. પંચવિધ અંતરાયના ક્ષપશમથી દાન, લાભ આદિ ઉક્ત પાંચ લબ્ધિઓ પ્રગટ થાય છે. અનંતાનુબંધી ચતુષ્ક તથા દર્શનમેહનીયના ક્ષયોપશમથી સમ્યકત્વ પ્રગટ થાય છે. અપ્રત્યાખ્યાનાવરણીય કષાયના ક્ષયોપશમથી દેશવિરતિ પ્રગટ થાય છે. અને પ્રત્યાખ્યાનાવરણીય કષાયના ક્ષપશમથી સર્વવિરતિ ચારિત્ર પ્રગટ થાય છે. માટે મતિ જ્ઞાન આદિ ઉપરના અઢાર પ્રકારના પર્યાયે ક્ષાપશમિક છે.
ગતિનામ કર્મના ઉદયનું ફળ નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચાર ગતિઓ છે. કષાયમહનીયના ઉદયથી કૅધ, માન, માયા અને લેભ એ ચાર કષાય પેદા થાય છે. વેદમેહનીયના ઉદયથી સ્ત્રી, પુરુષ અને નપુંસક વેદ પ્રાપ્ત થાય છે. મિથ્યાત્વમેહનીયના ઉદયથી મિથ્યાદર્શન– તત્ત્વ વિષે અશ્રદ્ધા – થાય છે. અજ્ઞાન – જ્ઞાનાભાવ જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણયનું ફળ છે. અસંયતત્વ – વિરતિને સર્વથા અભાવ અનંતાનુબંધી આદિ બાર પ્રકારનાં ચારિત્રમેહનીયના ઉદયનું ફળ છે. અસિદ્ધત્વ – શરીરધારણ વેદનીય, આયુ,
ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org