SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થસૂત્ર તેથી એ પાંચે અછવનું સ્વરૂપ થઈ શક્તા નથી. ઉપરના પાંચ ભાવ એકી સાથે બધા જીવમાં હોય છે એવો નિયમ નથી. સમસ્ત મુક્ત જીવોમાં ફક્ત બે ભાવ હોય છે : ક્ષાયિક અને પારિણમિક. સંસારી જેમાં કોઈ ત્રણ ભાવવાળા, કઈ ચાર ભાવવાળા અને કઈ પાંચ ભાવવાળા હોય છે; પરંતુ બે ભાવવાળું કઈ હોતું નથી. અર્થાત મુક્ત આત્માના પર્યા ઉક્ત બે ભાવોમાં અને સંસારીના પર્યાયો ત્રણથી પાંચ ભાવોમાં પ્રાપ્ત થાય છે. એથી જ પાંચ ભાવોને જીવનું સ્વરૂપ કહ્યા છે. એ કથન જીવરાશિની અપેક્ષાએ કે કોઈ જીવવિશેષમાં સંભવની અપેક્ષાએ સમજવું. જે પર્યાયે ઔદયિક ભાવવાળા છે તે “વૈભાવિક” અને બાકીના ચારે ભાવવાળા પર્યાયે “સ્વાભાવિક છે. ઉક્ત પાંચ ભાના કુલ ૫૩ ભેદ આ સૂત્રમાં ગણાવ્યા છે. કયા કયા ભાવવાળા કેટકેટલા પર્યાય છે અને તે કયા કયા. તે આગળ બતાવવામાં આવે છે. સર્વોપશમ માત્ર મેહનીયને જ થાય છે. દર્શનમેહનીય કર્મના ઉપશમથી સમ્યકત્વ પ્રકટ થાય છે અને ચારિત્રમેહનીય કર્મના ઉપશમથી ચારિત્ર પ્રકટ થાય છે. માટે જ સમ્યકત્વ અને ચારિત્ર એ બને પર્યાયે ઔપથમિક ભાવવાળા સમજવા જોઈએ. કેવલજ્ઞાનાવરણને ક્ષયથી કેવલજ્ઞાન, કેવલદર્શનાવરણના ક્ષયથી કેવલદર્શન, પંચવિધ અંતરાયના ક્ષયથી દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય એ પાંચ લબ્ધિઓ, દર્શનમોહનીય કર્મના ક્ષયથી સમ્યકત્વ અને ચારિત્રમેહનીય કર્મના ક્ષયથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy