________________
અધ્યાય ૧-સૂર ૩૪-૩૫ કે, હિંદુસ્તાન લડે છે' “ચીન લડે છે, ઇત્યાદિ અને એ કથનને ભાવ સાંભળનાર સમજી લે છે. આ પ્રમાણે વિવિધ લેકરૂઢિઓમાંથી પડેલા સંસ્કારને પરિણામે જે વિચારે જન્મે છે, તે બધા નૈગમનયને નામે પહેલી શ્રેણમાં મૂકવામાં આવે છે.
જડ, ચેતન રૂપ અનેક વ્યક્તિઓમાં જે સરૂપ સામાન્યતત્વ રહેલું છે તે તત્વ ઉપર નજર રાખી બીજા વિશેષને લક્ષ્યમાં ન લેતાં એ બધી વિવિધ વ્યક્તિઓને એકરૂપે સમજી એમ વિચારવામાં આવે કે વિશ્વ બધું સરૂપ છે. કારણ કે સત્તા વિનાની કઈ વસ્તુ જ નથી. ત્યારે તે સંગ્રહનય થયું કહેવાય. એ જ પ્રમાણે કપડાંની વિવિધ જાતે અને વ્યક્તિઓને લક્ષમાં ન લઈ માત્ર કપડાંપણનું સામાન્ય તત્ત્વ નજર સામે રાખી વિચારવામાં આવે કે આ સ્થળે એક કાપડ જ છે, ત્યારે તે સંગ્રહનય થયે કહેવાય. સંગ્રહનયના સામાન્ય તત્ત્વ પ્રમાણે ચડતા ઊતરતા અનંત દાખલાઓ કલ્પી શકાય. સામાન્ય જેટલું વિશાળ એટલે તે સંગ્રહનય વિશાળ, અને સામાન્ય જેટલું નાનું એટલે તે સંગ્રહનય ટૂંકે. પણ જે જે વિચારો સામાન્ય તત્ત્વને લઈ વિવિધ વસ્તુઓનું એકીકરણ કરવા તરફ પ્રવર્તતા હોય, તે બધા જ સંગ્રહનયની શ્રેણીમાં મૂકી શકાય.
વિવિધ વસ્તુઓને એકરૂપે સાંકળી લીધા પછી પણ જ્યારે તેમની વિશેષ સમજ આપવાની હોય છે કે તેમને વ્યવહારુ ઉપયોગ કરવાનો પ્રસંગ આવે છે, ત્યારે તેમને વિશેષરૂપે ભેદ કરી પૃથકકરણ કરવું પડે છે. કપડું કહેવાથી જુદી જુદી જાતનાં કપડાંઓની સમજ નથી પડતી અને માત્ર ખાદી લેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org