________________
તત્ત્વાર્થસૂત્ર ઇચ્છનાર, કપડાંને વિભાગ કર્યા સિવાય તે મેળવી નથી શકતે, કેમકે કપડું અનેક જાતનું છે. તેથી ખાદીનું કપડું, મિલનું કપડું એવા ભેદો કરવા પડે છે. એ જ રીતે તત્ત્વજ્ઞાનના પ્રદેશમાં સરૂપ વસ્તુ જડ અને ચેતન એમ બે પ્રકારની છે અને ચેતન તત્ત્વ પણ સંસારી અને મુક્ત એમ બે પ્રકારનું છે વગેરે પૃથક્કરણ કરવું પડે છે. આ જાતના પૃથકકરણભૂખ બધા વિચારો વ્યવહારનયની શ્રેણિમાં મૂકવામાં આવે છે.
ઉપર જણાવેલ દાખલાઓ ઉપરથી જોઈ શકાશે કે નૈગમનય એ લેક રૂઢિ ઉપર આધાર રાખતો હોવાથી અને લેકરૂઢિ આરોપ ઉપર નભતી હોવાથી તેમ જ આરોપ એ સામાન્ય તત્ત્વાશ્રયી હોવાથી નૈગમનયમાં સામાન્યગામીપણું સ્પષ્ટ છે. સંગ્રહનય તે સીધી રીતે જ એકીકરણ રૂપ બુદ્ધિવ્યાપાર હોવાથી સામાન્યગામી જ; વ્યવહારનય એ પૃથકકરણોન્મુખ બુદ્ધિવ્યાપાર હોવા છતાં તે ક્રિયા સામાન્યની ભિત્તિ ઉપર થતી હોવાથી તે પણ સામાન્યગામી જ. આમ હોવાથી જ એ ત્રણે નયોને દ્રવ્યાર્થિકનયના ભેદ તરીકે વર્ણવવામાં આવે છે.
પ્રવ—ઉક્ત ત્રણે નમાં અંદરોઅંદર તફાવત કે તેમને સંબંધ શું છે ?
ઉ–નૈગમનયને વિષય સૌથી વધારે વિશાળ છે; કારણ કે તે સામાન્ય-વિશેષ બનેને લેકરૂઢિ પ્રમાણે ક્યારેક ગૌણભાવે તે ક્યારેક મુખ્યભાવે અવલંબે છે. સંગ્રહને વિષય નૈગમથી ઓછો છે; કારણ તે માત્ર સામાન્યલક્ષી છે. અને વ્યવહારનો વિષય તે સંગ્રહથી પણ ઓછો છે, કેમ કે તે સંગ્રહને સંકલિત કરેલા વિષય ઉપર જ અમુક વિશેષતાઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org