________________
અધ્યાય ૧- સૂત્ર ૩૪-૩૫
૭૭. ઉપર કહેલ ચારે પ્રકારની વિચારશ્રેણિઓમાં જે તફાવત છે તે દાખલાઓ ઉપરથી સ્પષ્ટ થઈ શકે તેમ હોવાથી તેને જુદો જણાવવાની જરૂર નથી. અને એ પણ જાણી લેવું જોઈએ કે પૂર્વ પૂર્વ નય કરતાં પછી પછી નય સૂક્ષ્મ અને સૂક્ષ્મતર હોવાથી ઉત્તરોત્તર નયના વિષયને આધાર પૂર્વ પૂર્વ નયના વિષય ઉપર રહેલું છે. આ ચારે તેનું મૂળ પર્યાયાર્થિક નયમાં છે એમ જે કહેવામાં આવે છે તેનું કારણ એ છે કે, જુસૂત્ર વર્તમાનકાળ સ્વીકારી ભૂત અને ભવિષ્યને ઈનકાર કરે છે. અને તેથી તેનો વિષય સ્પષ્ટપણે એકદમ સામાન્ય મટી વિશેષરૂપે ધ્યાનમાં આવે છે; એટલે જુસૂત્રથી જ પર્યાયાર્થિકનયનો (વિશેષગામી દૃષ્ટિને) આરંભ માનવામાં આવે છે. ઋજુસૂત્ર પછીના ત્રણ ન તે ઉત્તરોત્તર વધારે ને વધારે વિશેષગામી થતા જતા હોવાથી પર્યાયાર્થિક સ્પષ્ટપણે છે જ. પણ અહીં એટલું સમજી લેવું જોઈએ કે આ ચાર નેમાં પણ જ્યારે ઉત્તર પૂર્વ કરતાં સૂક્ષ્મ કહેવામાં આવે છે ત્યારે તે પૂર્વ તેટલે અંશે ઉત્તર કરતાં સામાન્યગામી તે છે જ. એ જ રીતે દ્રવ્યાર્થિકનયની ભૂમિકા ઉપર ગોઠવાયેલા નૈગમ આદિ ત્રણ નયોમાં પણ પૂર્વ કરતાં ઉત્તર સૂક્ષ્મ હોવાથી તેટલે અંશે તે પૂર્વ કરતાં વિશેષગામી છે જ. તેમ છતાં પ્રથમના ત્રણને દ્રવ્યાર્થિક અને પછીના ચારને પર્યાયાર્થિક કહેવામાં આવે છે તેનો અર્થ એટલે જ સમજે ઘટે કે પ્રથમ ત્રણમાં સામાન્ય તત્ત્વ અને તેનો વિચાર વધારે સ્પષ્ટ છે, કારણ કે તે ત્રણ વધારે સ્કૂલ છે. ત્યાર પછીના ચાર ને વિશેષ સૂક્ષ્મ હોઈ તેમાં વિશેષ તત્વ અને તેને વિચાર વધારે સ્પષ્ટ છે. આટલી જ સામાન્ય અને વિશેષની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org