________________
તત્વાર્થસૂત્ર સ્પષ્ટતા કે અસ્પષ્ટતાને લીધે, તથા તેમની મુખ્યતા ગૌણતા ધ્યાનમાં રાખી સાત નયને દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એ બે ભાગમાં વહેંચી નાખવામાં આવ્યા છે. પણ ખરી રીતે વિચારવા જતાં સામાન્ય અને વિશેષ એ બંને એક વસ્તુની અવિભાજ્ય બે બાજુઓ હોવાથી એકાંતિકપણે એક નયના વિષયને બીજા નયના વિષયથી તદ્દન છૂટો પાડી શકાય જ નહિ.
નયદષ્ટિ, વિચારસરણી અને સાપેક્ષ અભિપ્રાય એ બધા શબ્દોને એક જ અર્થ છે. ઉપરના વર્ણન ઉપરથી એટલું જાણી શકાશે કે કઈ પણ એક જ વિષય પરત્વે વિચારસરણીઓ અનેક હોઈ શકે. વિચારસરણીઓ ગમે તેટલી હોય પણ તેમને ટૂંકાવી અમુક દૃષ્ટિએ સાત ભાગમાં ગોઠવી કાઢવામાં આવેલી છે. તેમાં એક કરતાં બીજમાં અને બીજી કરતાં ત્રીજીમાં ઉત્તરોત્તર વધારે ને વધારે સૂક્ષ્મપણું આવતું જાય છે. છેવટની એવંભૂત નામની વિચારસરણીમાં સૌથી વધારે સૂક્ષ્મપણું દેખાય છે. આ કારણથી ઉક્ત સાત વિચારસરણીઓને બીજી રીતે પણ બે ભાગમાં વહેંચી નાખવામાં આવી છે : વ્યવહાર અને નિશ્ચયનય. વ્યવહાર એટલે સ્કૂલગામી અને ઉપચારપ્રધાન, તથા નિશ્ચય એકલે સૂક્ષ્મગામી અને તત્ત્વસ્પર્શ. ખરી રીતે એવંભૂત એ જ નિશ્ચયની પરાકાષ્ઠા છે. વળી ત્રીજી રીતે પણ ઉક્ત સાત નોને બે ભાગમાં વહેંચી નાખવામાં આવે છેઃ નય અને મર્થના. જેમાં અર્થની વિચારણા પ્રધાનપણે હોય તે અર્થનય અને જેમાં શબ્દનું પ્રાધાન્ય હોય તે શબ્દનય. ઋજુસૂત્ર પર્યત પહેલા ચાર અર્થનય છે અને બાકીના ત્રણ શબ્દનાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org