________________
તરવાથસૂત્ર
વર્તમાનમાં સુખ સગવડ પૂરાં ન પાડતી હોવાથી એને સમૃદ્ધિ કહી ન શકાય. એ જ રીતે જે છેક હયાત હેઈ માતાપિતાની સેવા કરે, તે પુત્ર છે; પણ જે છોકરા ભૂત કે ભાવી હોઈ આજે નથી, તે પુત્ર જ નથી આ જાતના માત્ર વર્તમાનકાળ પૂરતા વિચારો જુસૂત્રનયની કેટિમાં મૂકવામાં આવે છે.
જ્યારે વિચારના ઊંડાણમાં ઊતરનાર બુદ્ધિ એક વાર ભૂત અને ભવિષ્ય કાળનો છેદ ઉડાડવા તૈયાર થાય છે ત્યારે તે બીજી વાર તેથીયે આગળ વધી બીજો પણ છેદ ઉડાડવા માંડે છે. તેથી જ કઈ વાર તે શબ્દને સ્પશી ચાલે છે અને એમ વિચાર કરે છે કે જે વર્તમાનકાળ ભૂત કે ભાવથી જુદો હોઈ માત્ર તે જ સ્વીકારાય તે એક અર્થમાં વપરાતા ભિન્ન ભિન્ન લિંગ, કાળ, સંખ્યા, કારક, પુરુષ, ઉપસર્ગવાળા શબ્દોના અર્થો પણ જુદા જુદા શા માટે માનવામાં ન આવે ? જેમ ત્રણે કાળમાં સૂત્રરૂપ એક વસ્તુ કોઈ નથી પણ વર્તમાનકાળસ્થિત જ વસ્તુ એકમાત્ર વસ્તુ છે, તેમ ભિન્ન ભિન્ન લિંગવાળા, ભિન્ન ભિન્ન સંખ્યાવાળા અને ભિન્ન ભિન્ન કાળાદિવાળા શબ્દો વડે કહેવાતી વસ્તુ પણ ભિન્ન ભિન્ન જ માનવી ઘટે; આમ વિચારી બુદ્ધિ, કાળ અને લિંગ આદિ ભેદે અર્થભેદ માને છે. જેમ કે, શાસ્ત્રમાં એવું વાક્ય મળે છે કે “રાજગૃહ નામનું નગર હતું.” આ વાક્યને અર્થ સ્થૂળ રીતે એમ થાય છે કે એ નામનું નગર ભૂતકાળમાં હતું, પણ અત્યારે નથી. જ્યારે ખરી રીતે એ લેખકના સમયમાં પણ રાજગૃહ છે જ. હવે જો વર્તમાનમાં છે તે તેને હતું” એમ લખવાને શે ભાવ ? એ સવાલનો જવાબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org