________________
અધ્યાય ૧-સૂત્ર ૩૪–૩૫ સમન્વય કરી નયવાદ પરસ્પર વિરોધી દેખાતાં વાક્યોને અવિરોધ – એકવાર્થતા સાધે છે. એ જ રીતે આત્માના વિષયમાં નિત્યપણી અને અનિત્યપણા તેમ જ કર્તાપણા અને અર્તાપણાના મતાને અવિરેાધ પણ નયવાદ ઘટાવે છે. આવા અવિરોધનું મૂળ વિચારકની દૃષ્ટિ – તાત્પર્યમાં રહેલું હોય છે. એ દૃષ્ટિને પ્રસ્તુત શાસ્ત્રમાં “અપેક્ષા” નામથી ઓળખવામાં આવે છે, તેથી નયવાદ, અપેક્ષાવાદ પણ કહેવાય છે.
नयवादनी जुदी देशना शा माटे अने तेने लीधे વિરોષતા શા માટે ? : પ્રથમ કરવામાં આવેલા જ્ઞાનનિરૂપણમાં શ્રતની ચર્ચા આવી જાય છે. શ્રત એ વિચારાત્મક જ્ઞાન છે અને નય પણ એક જાતનું વિચારાત્મક જ્ઞાન જ છે. તેથી નય એ શ્રુત જ્ઞાનમાં સમાઈ જાય છે. માટે જ પહેલે પ્રશ્ન ઉદ્ભવે છે કે શ્રતનું નિરૂપણ કર્યા પછી નયને તેથી જુદા પાડી નયવાદની જુદી દેશના શા માટે કરવામાં આવે છે? જેન તત્ત્વજ્ઞાનની એક વિશેષતા નયવાદને લીધે માનવામાં આવે છે; પણ નયવાદ એટલે તે શ્રત અને શ્રત એટલે આગમ પ્રમાણ. જેનેતર દર્શનોમાં પણ પ્રમાણચર્ચા અને તેમાંયે વળી આગમ પ્રમાણનું નિરૂપણ છે જ. એટલે બીજો પ્રશ્ન સહજ રીતે જ ઉદ્ભવે છે કે જ્યારે ઇતર દર્શનમાં આગમ પ્રમાણને સ્થાન છે ત્યારે આગમ પ્રમાણમાં સમાવેશ પામતા નયવાદની ફક્ત જુદી દેશનાને કારણે જૈન તત્ત્વજ્ઞાનની વિશેજતા કેમ માની શકાય ? અથવા એમ કહો કે જૈન દર્શનના
૧. જુઓ અધ્યાય ૧, સૂત્ર ૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org