________________
૮
તત્વાર્થસૂત્ર સામાન્ય રક્ષા : કોઈ પણ વિષયનું સાપેક્ષપણે નિરૂપણ કરનાર વિચાર એ નય.
નયના ટૂંકમાં બે ભેદ પાડવામાં આવે છે: ૧. દ્રવ્યાર્થિક અને ૨. પર્યાયાર્થિક.
જગતમાંની નાની મોટી બધી વસ્તુઓ એક બીજાથી છેક જ અસમાન નથી જણાતી. તેમ જ એ બધી છેક જ એકરૂપ પણ નથી અનુભવાતી. એમાં સમાનતા અને અસમાનતાના બને અંશે દેખાય છે. તેથી જ વસ્તુમાત્રને સામાન્ય વિશેષ ઉભયાત્મક કહેવામાં આવે છે. માનવી બુદ્ધિ પણ ઘણી વાર વસ્તુઓના માત્ર સામાન્ય અંશ તરફ ઢળે છે, તે ઘણી વાર વિશેષ અંશ તરફ. જ્યારે તે સામાન્યઅંશગામી હોય ત્યારે તેને તે વિચાર “દવ્યાર્થિકનય અને જ્યારે વિશેષઅંશગામી હોય ત્યારે તેનો તે વિચાર “પર્યાયાર્થિકનય' કહેવાય છે. બધી સામાન્ય દૃષ્ટિઓ કે બધી વિશેષ દૃષ્ટિઓ પણ એકસરખી નથી હોતી, તેમાં પણ અંતર હોય છે. એ જણાવવા ખાતર આ બે દૃષ્ટિઓના પણ ટૂંકમાં ભાગ પાડવામાં આવ્યા છે. દ્રવ્યાર્થિકના ત્રણ અને પર્યાયાર્થિકના ચાર એમ એકંદર સાત ભાગ પડે છે, અને તે જ સાત નય છે. દ્રવ્યદૃષ્ટિમાં વિશેષ કે પર્યાયદષ્ટિમાં દ્રવ્ય નથી આવતું એમ તે નથી જ; પણ એ દષ્ટિવિભાગ ગૌણપ્રધાન ભાવની અપેક્ષાએ સમજવો જોઈએ. - પ્રવ—ઉપર કહેલ બને નાને સરળ દાખલાથી સમજાવે.
ઉગમે ત્યાં, ગમે ત્યારે અને ગમે તે સ્થિતિમાં રહી દરિયા તરફ નજર ફેકતાં જ્યારે પાણીને રંગ, સ્વાદ, તેનું ઊંડાણ કે છીછરાપણું, તેનો વિસ્તાર કે સીમા વગેરે તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org