________________
અધ્યાય ૧ - સૂત્ર ૩૪-૩૫
૬૭ કારણ તેની વિશેષતા માટે બસ છે. મનુષ્યની જ્ઞાનવૃત્તિ સામાન્ય રીતે અધૂરી હોય છે અને અસ્મિતા-અભિનિવેશ સામાન્ય રીતે વિશેષ હોય છે. તેથી જ્યારે કઈ પણ બાબતમાં તે અમુક વિચાર કરે છે ત્યારે તે વિચારને છેવટનો અને સંપૂર્ણ માનવા તે પ્રેરાય છે. આ પ્રેરણાથી તે બીજાના વિચારને સમજવાની ધીરજ ખૂઈ બેસે છે અને છેવટે પિતાના આંશિક જ્ઞાનમાં સંપૂર્ણતાને આરેપ કરી લે છે. આવા આરેપને લીધે એક જ વસ્તુ પરત્વે સાચા પણ જુદા જુદા વિચાર ધરાવનારાઓ વચ્ચે અથડામણ ઊભી થાય છે અને તેને લીધે પૂર્ણ અને સત્ય જ્ઞાનનું દ્વાર બંધ થઈ જાય છે.
એક દર્શન આત્મા વગેરે કોઈ પણ વિષયમાં પતે માન્ય રાખેલ પુરુષને એકદેશીય વિચારને જ્યારે સંપૂર્ણ માની લે છે, ત્યારે તે જ વિષયમાં વિરોધી પણ યથાર્થ વિચાર ધરાવનાર બીજા દર્શનને તે અપ્રમાણુ કહી અવગણે છે. આ જ રીતે બીજું દર્શન પહેલાને અને એ જ રીતે એ બને ત્રીજાને અવગણે છે. પરિણામે સમતાની જગાએ વિષમતા અને વિવાદ ઊભાં થાય છે. તેથી સત્ય અને પૂર્ણ જ્ઞાનનું દ્વાર ઉઘાડવા અને વિવાદ દૂર કરવા નયવાદની પ્રતિષ્ઠા કરવામાં આવી છે; અને તે દ્વારા એમ સૂચવવામાં આવ્યું છે કે દરેક વિચારક પિતાના વિચારને આગમ પ્રમાણુ કહ્યા પહેલાં તપાસી જુએ કે તે વિચાર પ્રમાણની કેટિએ મુકાય તેવો સર્વા શી છે કે નહિ. આવું સૂચન કરવું એ જ એ નયવાદ દ્વારા જૈન દર્શનની વિશેષતા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org