________________
૫૯
અધ્યાય ૧-સૂત્ર ૩૧ ચાર જ્ઞાન હોય છે ત્યારે મતિ, શ્રુત, અવધિ અને મને પર્યાય હોય છે. કેમ કે એ ચારે જ્ઞાન અપૂર્ણ અવસ્થામાં થતાં હોવાથી એકી સાથે હોઈ શકે છે. કેવળજ્ઞાનનું અન્ય કોઈ પણ જ્ઞાનની સાથે સાહચર્ય એટલા માટે નથી કે તે પૂર્ણ અવસ્થામાં પ્રકટે છે, અને બીજાં બધાં અપૂર્ણ અવસ્થામાં. પૂર્ણતા તથા અપૂર્ણતાને પરસ્પર વિરોધ હોવાથી બન્ને અવસ્થાઓ એકી સાથે આત્મામાં હોતી નથી.
બે, ત્રણ અથવા ચાર જ્ઞાનોને એકી સાથે સંભવ કહ્યો છે તે શક્તિની અપેક્ષાએ, પ્રવૃત્તિની અપેક્ષાએ નહિ.
પ્ર–એનો અર્થ શું ?
ઉ–જેમ મતિ, શ્રત એ બે જ્ઞાનવાળો અથવા અવધિજ્ઞાન સહિત ત્રણ જ્ઞાનવાળે કેઈ આત્મા જે સમયે મતિજ્ઞાનની દ્વારા કેઈ વિષયને જાણવામાં પ્રવૃત્ત થાય છે, તે સમયે તે આત્મા પિતાનામાં શ્રતની શક્તિ અથવા અવધિની શક્તિ હોવા છતાં પણ એને ઉપયોગ કરીને તે દ્વારા એમના વિષયેને જાણી શકતો નથી. એવી જ રીતે તે શ્રુતજ્ઞાનની પ્રવૃત્તિને સમયે મતિ અથવા અવધિશક્તિને પણ કામમાં લઈ શકતો નથી. એ જ હકીકત મન:પર્યાયની શક્તિના વિષયમાં સમજવી જોઈએ. સારાંશ એ છે કે, એક આત્મામાં એકી સાથે વધારેમાં વધારે ચાર જ્ઞાનશક્તિઓ હોય તે પણ એક સમયમાં કેઈ એક જ શક્તિ પોતાનું જાણવાનું કામ કરે છે, અન્ય શક્તિઓ એ સમયે નિષ્ક્રિય રહે છે.
કેવળજ્ઞાનને સમયે મતિ આદિ ચારે જ્ઞાન હોતાં નથી. આ સિદ્ધાંત સામાન્ય હોવા છતાં પણ એની ઉપપત્તિ બે રીતે કરવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org