________________
અધ્યાય ૧ - સૂત્ર ૩૨–૩૩ મતિ, મૃત આદિ પાંચે, ચેતનાશક્તિના પર્યાય છે. એમનું કાર્ય તિપિતાના વિષયને પ્રકાશિત કરવો એ છે. એથી તે બધાં જ્ઞાન કહેવાય છે, પરંતુ એમાંથી પહેલાં ત્રણ, જ્ઞાન અને અજ્ઞાન રૂપ મનાય છે; જેમ કે, મતિજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રતજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, અવધિઅજ્ઞાન –વિર્ભાગજ્ઞાન.
પ્ર–મતિ, કૃત, અને અવધિ એ ત્રણ પર્યાય પોતપોતાના વિષયનો બેધ કરાવતા હોવાથી જે તેઓ જ્ઞાન કહેવાય છે, તે પછી તેમને અજ્ઞાન કેમ કહેવામાં આવે છે ? કેમ કે જ્ઞાન અને અજ્ઞાન એ બન્ને શબ્દ પરસ્પર વિરુદ્ધ અર્થના વાચક હોવાથી એક જ અર્થમાં પ્રકાશ અને અંધકાર શબ્દની માફક લાગુ પડી શકે નહિ.
ઉ૦–અલબત્ત એ ત્રણે પર્યાય લૌકિક સંકેત પ્રમાણે જ્ઞાન તો છે જ, પરંતુ અહીંયાં એમને જ્ઞાન અને અજ્ઞાનરૂપ કહ્યા છે તે શાસ્ત્રીય સંકેત પ્રમાણે. આધ્યાત્મિક શાસ્ત્રનો એ સંકેત છે કે મિથ્યાદષ્ટિના મતિ, શ્રત અને અવધિ એ ત્રણે જ્ઞાનાત્મક પર્યાયે અજ્ઞાન જ છે, અને સમ્યગ્દષ્ટિના ઉક્ત ત્રણે પર્યાયે જ્ઞાન જ માનવા જોઈએ.
પ્ર. એ અસંભવિત છે કે ફક્ત સમ્યગ્દષ્ટિ આત્મા જ પ્રામાણિક વ્યવહાર ચલાવે છે અને મિથ્યાદષ્ટિ ચલાવતા નથી. એ પણ અસંભવિત છે કે સમ્યગ્દષ્ટિને સંશય તેમ જ ભ્રમસ્વરૂપ મિથ્યાજ્ઞાન બિલકુલ ન જ હોય અને મિથ્યાદષ્ટિને તે હંમેશાં હોય જ. એ પણ બરાબર નથી કે ઈદ્રિયાદિ સાધન સમ્યગ્દષ્ટિનાં તે પૂર્ણ તથા નિર્દોષ જ હોય અને મિથ્યાદૃષ્ટિનાં અપૂર્ણ તથા દુષ્ટ જ હોય. એ પણ કેણ કહી શકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org