________________
તત્ત્વાર્થ સૂત્ર
જાણી શકે, તે ખધી વસ્તુઓના સંપૂર્ણ ભાવાને પણ ગ્રહણ કરી શકે અને એ જ જ્ઞાન પૂર્ણ કહેવાય છે. એ જ કેવળજ્ઞાન કહેવાય છે. એ જ્ઞાન ચેતનાશક્તિના સંપૂર્ણ વિકાસ વખતે પ્રકટ થાય છે; તેથી એના અપૂર્ણ તાજન્ય ભેદપ્રભેદ થતા નથી. કોઈ પણ એવી વસ્તુ નથી અથવા એવા ભાવ પણ નથી કે જે એની દ્વારા પ્રત્યક્ષ જાણી ન શકાય. એ કારણથી કેવળજ્ઞાનની પ્રવૃત્તિ બધાં દ્રવ્ય અને બધા પર્યાયામાં મનાઈ છે. [૨૭–૩૦]
એક આત્મામાં એકી સાથે પ્રાપ્ત થતાં જ્ઞાનેાનું વર્ણન : एकादीनि भाज्यानि युगपदेकस्मिन्ना चतुर्भ्यः | ३१ | એક આત્મામાં એક સાથે એકથી લઈ ચાર સુધી જ્ઞાન, ભજનાથી—અનિયત રૂપે થાય છે.
૫.
કોઈ આત્મામાં એક વખતે એક, કેટલાકમાં છે, કેટલાકમાં ત્રણ અને કેટલાકમાં એક સાથે ચાર સુધી જ્ઞાન સભવે છે, પરં'તુ પાંચે જ્ઞાન એકી સાથે કાઈમાં હોતાં નથી. જ્યારે એક હાય ત્યારે કેવળજ્ઞાન સમજવું જોઈ એ, કેમ કે કેવળજ્ઞાન પરિપૂર્ણ હાવાથી એ સમયે અન્ય અપૂર્ણ બીજા જ્ઞાનાને સંભવ જ નથી. જ્યારે એ હાય છે ત્યારે મતિ અને શ્રુત; કેમ કે પાંચ જ્ઞાનમાંથી નિયત સહચારી એ એ જ્ઞાન જ છે. બાકીનાં ત્રણ એક બીજાને છેાડીને પણ હાઈ શકે છે. જ્યારે ત્રણ જ્ઞાન હોય છે ત્યારે મતિ, શ્રુત અને અવધિજ્ઞાન અથવા મતિ, શ્રુત અને મન:પર્યાયજ્ઞાન હોય છે; કેમ કે ત્રણ જ્ઞાનને સંભવ અપૂર્ણ અવસ્થામાં જ હોય છે અને એવે સમયે ભલે અવધિજ્ઞાન હોય અથવા તો મન:પર્યાયજ્ઞાન હાય પણ મતિ અને શ્રુત બને અવશ્ય હોય છે. જ્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org