________________
પર
તત્ત્વાર્થ સૂત્ર
આત્મામાં કાયમ રહે છે અથવા વળજ્ઞાનની ઉત્પત્તિ પત કિવા જીવન પર્યંત સ્થિર રહે છે, તે અવસ્થિત.’
૬. જળતરંગની માફક જે અવધિજ્ઞાન કદી ધટે છે કદી વધે છે, કદી પ્રગટ થાય છે અને કદી તિાહિત થાય છે, તે ‘અનવસ્થિત.’
જો કે તી કરમાત્રને તથા કાઈ કોઈ અન્ય મનુષ્યાને પણ અવધિજ્ઞાન જન્મસિદ્ધ પ્રાપ્ત થાય છે, તથાપિ એ ગુણપ્રત્યય સમજવું જોઇએ. કેમ કે યોગ્ય ગુણ ન રહે તે એ અવધિજ્ઞાન જિંદગી સુધી કાયમ રહેતું નથી; જેવી રીતે દેવ અથવા નર્કગતિમાં રહે છે.[૨૧-૨૩]
હવે મન:પર્યાયના ભેદો અને તેમના તફાવત કહે છેઃ ઋતુવિપુરુમતી મન:પર્યાયઃ ॥ ૨૪ । विशुद्धयप्रतिपाताभ्यां तद्विशेषः | २५ | ઋજુમતિ અને વિપુલમતિ એ બે મન:પર્યાય છે, વિશુદ્ધિથી અને પુનઃપતનના પુનઃપતનના અભાવથી તે અન્નેમાં તફાવત છે.
મનવાળાં સ'ની પ્રાણી કેાઈ પણ વસ્તુનું ચિંતન મનથી કરે છે. ચિતનના સમયે ચિંતનીય વસ્તુના ભેદ પ્રમાણે ચિંતનકાર્યમાં પ્રવતેલું મન ભિન્ન ભિન્ન આટૅતિઓને ધારણ કરે છે. એ આકૃતિએ જ મનના પર્યાય છે. અને એ માનસિક આકૃતિને સાક્ષાત્ જાણવાવાળું જ્ઞાન મન:પર્યાય જ્ઞાન છે. એ જ્ઞાનના બળથી ચિંતનશીલ મનની આકૃતિઓ જણાય છે, પરંતુ ચિંતનીય વસ્તુ જાણી
શકાતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org