________________
પ૦
તત્વાર્થસૂત્ર તપ આદિ ગુણની અપેક્ષા હોવાને લીધે સરળતાની દૃષ્ટિએ અવધિજ્ઞાનના ભવપ્રત્યય અને ગુણપ્રત્યય એવાં બે નામ રાખ્યાં છે.
દેહધારી છના ચાર વર્ગ કર્યા છેઃ નારક, દેવ, તિર્યંચ અને મનુષ્ય. આમાંથી પહેલા બે વર્ગવાળા જીવમાં ભવપ્રત્યય એટલે કે જન્મસિદ્ધ અવધિજ્ઞાન થાય છે, અને પછીના બે વર્ગોમાં ગુણપ્રત્યય એટલે કે ગુણેથી અવધિજ્ઞાન થાય છે.
- પ્રવ – જે બધા અવધિજ્ઞાનવાળા દેહધારી જ છે, તે પછી એમ કેમ છે કે કેટલાકને પ્રયત્ન વિના જ તે જન્મથી પ્રાપ્ત થાય છે અને બીજાને એને માટે ખાસ પ્રયત્ન કરવો પડે છે ?
ઉ– કાર્યની વિચિત્રતા અનુભવસિદ્ધ છે. એ કોણ જાણતું નથી કે પક્ષી જાતિમાં માત્ર જન્મ લેવાથી આકાશમાં ઊડવાની શક્તિ પ્રાપ્ત થાય છે અને મનુષ્યજાતિમાં માત્ર જન્મ લેવાથી કોઈ આકાશમાં ઊડી શકતું નથી, સિવાય કે તે વિમાન આદિની મદદ લે. અથવા જેમ કેટલાકમાં કાવ્યશક્તિ જન્મસિદ્ધ દેખાય છે તો બીજા કેટલાકમાં તે પ્રયત્ન વિના આવતી જ નથી.
તિર્યંચ અને મનુષ્યમાં મળી આવતા અવધિજ્ઞાનના છ ભેદ બતાવ્યા છે. ૧. આનુગામિક ર. અનાનુગામિક ૩. વર્ધમાન ૪. હીયમાન ૫. અવસ્થિત અને ૬. અનવસ્થિત.
૧. જેમ કેઈ એક સ્થાનમાં વસ્ત્ર આદિ કોઈ વસ્તુને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org