SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
The Tattvārthasūtra, due to its expectation of fundamental qualities, has named the two types of knowledge as bhavapratyay (knowledge based on birth) and guṇapratyay (knowledge based on virtue) concerning avadhi (clairvoyance). There are four categories of embodied beings: hellish beings, heavenly beings, animals, and humans. Of these, in the first two categories, beings attain bhavapratyay, or knowledge due to birth, while in the latter two, they attain guṇapratyay, or knowledge through virtue. Question: If all embodied beings possess avadhi knowledge, then why is it that some acquire it effortlessly from birth, while others must put in special effort for it? Answer: The complexity of causes is well-known. Who is unaware that in the bird species, simply being born grants the ability to fly in the sky, whereas in the human species, merely being born does not enable one to fly in the sky unless aided by something like an aircraft? Similarly, there are those in whom poetic ability seems innate while in others, it does not manifest without effort. The differences in avadhi knowledge found in animals and humans are sixfold: 1. Anugāmic (following), 2. Anānugāmic (non-following), 3. Vardhamāna (progressive), 4. Hīyamāna (decreasing), 5. Avasthita (settled), and 6. Anavasthita (unsettled).
Page Text
________________ પ૦ તત્વાર્થસૂત્ર તપ આદિ ગુણની અપેક્ષા હોવાને લીધે સરળતાની દૃષ્ટિએ અવધિજ્ઞાનના ભવપ્રત્યય અને ગુણપ્રત્યય એવાં બે નામ રાખ્યાં છે. દેહધારી છના ચાર વર્ગ કર્યા છેઃ નારક, દેવ, તિર્યંચ અને મનુષ્ય. આમાંથી પહેલા બે વર્ગવાળા જીવમાં ભવપ્રત્યય એટલે કે જન્મસિદ્ધ અવધિજ્ઞાન થાય છે, અને પછીના બે વર્ગોમાં ગુણપ્રત્યય એટલે કે ગુણેથી અવધિજ્ઞાન થાય છે. - પ્રવ – જે બધા અવધિજ્ઞાનવાળા દેહધારી જ છે, તે પછી એમ કેમ છે કે કેટલાકને પ્રયત્ન વિના જ તે જન્મથી પ્રાપ્ત થાય છે અને બીજાને એને માટે ખાસ પ્રયત્ન કરવો પડે છે ? ઉ– કાર્યની વિચિત્રતા અનુભવસિદ્ધ છે. એ કોણ જાણતું નથી કે પક્ષી જાતિમાં માત્ર જન્મ લેવાથી આકાશમાં ઊડવાની શક્તિ પ્રાપ્ત થાય છે અને મનુષ્યજાતિમાં માત્ર જન્મ લેવાથી કોઈ આકાશમાં ઊડી શકતું નથી, સિવાય કે તે વિમાન આદિની મદદ લે. અથવા જેમ કેટલાકમાં કાવ્યશક્તિ જન્મસિદ્ધ દેખાય છે તો બીજા કેટલાકમાં તે પ્રયત્ન વિના આવતી જ નથી. તિર્યંચ અને મનુષ્યમાં મળી આવતા અવધિજ્ઞાનના છ ભેદ બતાવ્યા છે. ૧. આનુગામિક ર. અનાનુગામિક ૩. વર્ધમાન ૪. હીયમાન ૫. અવસ્થિત અને ૬. અનવસ્થિત. ૧. જેમ કેઈ એક સ્થાનમાં વસ્ત્ર આદિ કોઈ વસ્તુને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy